નિર્ણય:ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ઈચ્છે ત્યાંથી શિક્ષણ લઈ શકશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધોરણ 9 સુધીનાં બાળકો ઓનલાઇન અભ્યાસ કરશે જેથી શાળાઓમાં 10 થી 12ના વિદ્યાર્થીઓ સારી રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખી શકશે

કોરોના સંક્રમણ જેટ ગતિએ વધતા રાજ્ય સરકારે નિયંત્રણ લાગુ પાડ્યા છે, ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓ માટે શાળાએ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ખુલ્લી રાખવામાં આવી છે. રાજકોટ શહેરમાં શાળાઓ ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળામાં તેમજ ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદાર ડી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, સરકારની ગાઇડલાઇનનું પૂર્ણપણે પાલન કરવામાં આવશે, શાળાઓ માત્ર ધોરણ 10 થી 12ના જ વિદ્યાર્થીઓ માટે ખુલ્લી રહેશે, જોકે 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પણ ઓનલાઇન અને ઓફલાઇન બંને પ્રકારે શિક્ષણ ચાલુ રહેશે, જે વિદ્યાર્થીઓ શાળાએ આવવા ઇચ્છતા હોય તે શાળાએ આવી શકશે અને ઓનલાઇન ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને પણ અભ્યાસ કરી શકશે, અને 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ચાલુ રહેતા વેક્સિનેશન પૂર્ણ થઇ જશે.

જીતુભાઇ ધોળકિયાએ કહ્યું હતું કે, 10 થી 12 માટે શાળાઓ ચાલુ રહેતા બોર્ડના આ પરીક્ષાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકશે, બીજી લહેરમાં લોકડાઉન થતા બોર્ડના વિદ્યાર્થીઓ પણ શાળાએ જતાં અટક્યા હતા આ વખતે સરકારના આ નિર્ણયથી બોર્ડના વિદ્યાર્થીઓ સારી રીતે તૈયારી કરી શકશે. મોદી સ્કૂલના પ્રિન્સિપાલ સેંજલિયાએ પણ કહ્યું હતું કે, 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા ચાલુ રહી છે, શાળામાં વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત માસ્ક અને સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...