તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેક પહેલાનું રિહર્સલ:ભવનોના વિદ્યાર્થીઓને પૂછાશે કેવું ભણાવ્યું, શું સંશોધન કર્યું ?

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલપતિ-ઉપકુલપતિ કાલથી બે દિવસ યુનિ.નું ઇન્સ્પેક્શન કરશે

18થી 20 ફેબ્રુઆરી દરમિયાન નેકની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન માટે આવી રહી છે તે પહેલા યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ નેકની ટીમની જેમ જ દરેક ભવનમાં રૂબરૂ જઈને ઇન્સ્પેક્શન કરશે અને તૈયારીઓની સમીક્ષા કરશે. સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મળીને વર્ષ દરમિયાન અધ્યાપકોએ કેવું ભણાવ્યું અને તમે શું સંશોધન કર્યું તેવું પણ પૂછશે.

નેક પહેલા કુલપતિ અને ઉપકુલપતિ તારીખ 13 અને 14 ફેબ્રુઆરી દરમિયાન સવારે 9થી સાંજે 8 કલાક સુધી યુનિવર્સિટીના દરેક ભવનમાં રૂબરૂ જઈને નેકની ટીમની ઇન્સ્પેક્શન પદ્ધતિ માફક જ નિરીક્ષણ કરશે. કુલપતિ અને ઉપકુલપતિના શનિ-રવિના ઇન્સ્પેક્શનને પગલે બે દિવસ તમામ કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. તમામ ભવનો, કેન્દ્રો શનિ-રવિ દરમિયાન આખો દિવસ કાર્યરત રહેશે. નેકના ઇન્સ્પેક્શન દરમિયાન કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે નિરીક્ષણ કરશે.

ભવનોમાં આટલી બાબતોનું ચેકિંગ કરાશે
13-14મીએ કુલપતિ, ઉપકુલપતિ ભવનોમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા, પરિણામ, પીએચડી વિદ્યાર્થીઓ, ફેલોશિપ અને શિષ્યવૃત્તિ સહિત વિદ્યાર્થીલક્ષી સુવિધા, અધ્યાપકોની સંખ્યા, સેન્ટ્રલ લાઇબ્રેરી, દરેક ભવનની લાઇબ્રેરી, લેબોરેટરી, ટ્રાન્સપોર્ટેશન, કેન્ટીન, હોસ્ટેલ, વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા-રહેવા-જમવાની વ્યવસ્થા, સીસીડીસી, યુપીએસસી સેન્ટર, સહિતની વ્યવસ્થાની સમીક્ષા કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો