ગુજકોસ્ટનું આયોજન:80 સ્કૂલના વિદ્યાર્થીઓને સાયન્સ સિટીની મુલાકાત નિ:શુલ્ક કરાવાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકવિજ્ઞાન કેન્દ્રમાં નોંધણી કરાવવી પડશે

રાજ્યના મહત્તમ બાળકો અમદાવાદ ખાતેના સાયન્સ સિટીની મુલાકાત લઈ શકે તે માટે તાજેતરમાં જ GUJCOST દ્વારા વિશેષ વ્યવસ્થા અને સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના અંતર્ગત રાજકોટની 80 સ્કૂલના અંદાજિત 4800 જેટલા વિદ્યાર્થીને વિનામૂલ્યે અમદાવાદ સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે. આ પ્રવાસમાં એક સ્કૂલમાંથી ઓછામાં ઓછા 50 વિદ્યાર્થી અને વધુમાં વધુ 60 વિદ્યાર્થીઓને લઇ જઈ શકાશે.

લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જણાવાયું છે કે રાજકોટ જિલ્લાની 80 શાળાનો સમાવેશ શક્ય હોય વહેલા તે પહેલાના ધોરણે કો-ઓર્ડિનેટર મિનેષ મેઘાણીનો સત્વરે સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે. આ પ્રવાસ તારીખ 1 નવેમ્બર-2022થી 31 માર્ચ-2023 સુધીમાં અઠવાડિયાના તમામ મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવારના દિવસ માટે યોજવામાં આવશે.

સાયન્સ સિટી- અમદાવાદના પ્રવાસ માટે GSRTCની બસ ભાડે કરવાની થાય તેનો ખર્ચ ગુજકોસ્ટના આર્થિક સહયોગ થકી ઓ. વે. શેઠ પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર - રાજકોટ મારફતે ચૂકવાશે. સાયન્સ સિટીની મુલાકાત માટેની પ્રવેશ ફી તથા તેની તમામ ગેલેરીઓની મુલાકાત માટેની ફીનો ખર્ચ સાયન્સ સિટી - અમદાવાદ કરશે. આ પ્રવાસમાં શાળાએ માત્ર પ્રવાસ દરમિયાન આવશ્યક ભોજનની વ્યવસ્થા કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...