તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વરમાં ખામી:જાતિના દાખલા માટે વિદ્યાર્થીઓ કલાકો લાઈનમાં રહે છે

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદગતિએ કામગીરીથી કેટલાક વિદ્યાર્થીના એડમિશન અટકી પડ્યા

રાજકોટમાં બહુમાળી ખાતે જાતિના દાખલા સહિત વિવિધ સરકારી ડોક્યુમેન્ટ મેળવવા લાંબી લાઈનો જોવા મળી રહી છે. વારંવાર સર્વરની ખામીના બહાને લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આ‌વ્યો છે. દાખલા ન મળવાને કારણે કેટલાક વિદ્યાર્થીઓના એડમિશન પણ અટકી પડ્યા છે. બહુમાળી ભવન ખાતે છેલ્લા 10 દિવસથી જાતિના દાખલા, આવકના દાખલા તેમજ નોન ક્રીમિલેયર સર્ટિફિકેટ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. અધિકારીઓ અવનવા બહાના બતાવે છે.

જાતિનો દાખલો નહીં મળે તો એડમિશન અટકશે
ડિપ્લોમા એડમિશન લેવાનું હોવાથી તેમાં જાતિનો દાખલો માગ્યો છે. માટે જાતિનો દાખલો કાઢવા માટે સવારથી લાઈનમાં છું. સર્વર ડાઉન હોવાથી બપોર સુધીમાં પણ વારો નથી આવ્યો. એડમિશન બંધ થવાને પણ એક દિવસ જ બાકી છે. જો જાતિનો દાખલો સમયસર નહીં મળે તો એડમિશન નહીં થઈ શકે. > જયદીપ કાઠી

અન્ય સમાચારો પણ છે...