તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મનોવિજ્ઞાન ભવનમાં રેમેડિયલ કોચિંગ ક્લાસનો સમાપન સમારોહ યોજાયો હતો. 30 જાન્યુઆરીથી આ રેમેડિયલ કોચિંગ ક્લાસની શરૂઆત થઈ હતી.
મનોવિજ્ઞાન સમાજમાં વ્યાપી રહેલી સમસ્યાઓમાં કઈ રીતે ઉપયોગી થઈ રહે અને વિદ્યાર્થીઓ આ સમસ્યાઓને કઇ રીતે સમજીને તેને દૂર કરી શકે તે હેતુથી આ વખતે રેમેડિયલ વ્યાખ્યાનના વિવિધ વિષયો જેમ કે સમાયોજનમાં જાતિ (સ્ત્રી-પુરુષ)ની અસર, ભારતીય મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વનો ખ્યાલ, સ્ત્રીઓમાં ડિપ્રેશન, મનોદશા વિકૃતિ, આવેગ અને ખુશાલી, ભારતીય મનોવિજ્ઞાનમાં પુરુષોમાં ડિપ્રેશન, પુરુષ અહમ અને આવેગ, બાળકોમાં ડિપ્રેશન, વૈવાહિક લોકોમાં ડિપ્રેશન, પુરુષ વિરુદ્ધ સ્ત્રી, યુવકોમાં ડિપ્રેશન, બાળપણના યાદગાર પ્રસંગો, મન અને શાંતિ, વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન, નવી શિક્ષણ નીતિ, આધ્યાત્મિકતા અને મનોવિજ્ઞાન, સામાજિક પરિવર્તન અને મનોવિજ્ઞાનનો વ્યવહારું ઉપયોગ પસંદ કરવામાં આવ્યા હતા. ડૉ. નિકેશ શાહે જણાવ્યું કે, અહીં વિદ્યાર્થીઓને પણ કાઉન્સેલિંગ માટે તૈયાર કરી રહ્યા છે. અધ્યાપક ડૉ. ધારા આર. દોશીએ મનોવિજ્ઞાનનો વ્યવહારું ઉપયોગ અંગે જણાવ્યું હતું.
રેમેડિયલ થકી મિત્રને ડિપ્રેશનમાંથી બહાર લાવ્યા
હજુ પણ આ ક્લાસ શરૂ રહે તો ઘણું શીખવા મળે. આ ક્લાસના માધ્યમથી સમસ્યાઓ અને તેને નિવારવા માટેના વધુ પ્રયત્નો કરી શકાય. અહીંથી જે જ્ઞાન પ્રાપ્ત થયું તેના ઉપયોગથી હું મારી એક મિત્રને ડિપ્રેશનમાંથી બહાર લાવી શકી છું. > પુરોહિત અમી, વિદ્યાર્થિની
વ્યવહારિક જ્ઞાન આપણને નવી ક્રિયાઓ દ્વારા શીખવા મળે છે
પુસ્તકો વાંચીને શીખી શકાય પણ વ્યવહારિક જ્ઞાન એ આપણને નવી ક્રિયાઓ દ્વારા શીખવા મળે છે. નેકના કામમાં અમે અને અમારા વિદ્યાર્થીઓ સતત વ્યસ્ત હતા છતાં પણ અમે ક્યારેય રેમેડિયલ ક્લાસને એકપણ દિવસ બંધ રાખ્યા ન હતા. વ્યસ્તતાના કારણે હજુ અમારે વિદ્યાર્થીઓને જેટલું જ્ઞાન આપવું જોઇએ તેટલું આપી શક્યા નથી તેનો અફસોસ છે. તેમણે કહ્યું કે, શિક્ષક જો સંતોષી થઇ જશે તો વિદ્યાર્થીની પ્રગતિ અટકી જશે. > ડૉ. યોગેશ જોગસણ, અધ્યક્ષ, મનોવિજ્ઞાન ભવન
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.