હવે યુનિફોર્મ લેવા લાઇન:સ્કૂલો શરૂ થતાં જ રાજકોટમાં યુનિફોર્મ લેવા પડાપડી, વિદ્યાર્થીઓએ કહ્યું- લાઈનમાં બે કલાકે વારો આવે છે

રાજકોટ12 દિવસ પહેલા
વાલીઓ અને વિદ્યાર્થીઓની યુનિફોર્મ લેવા દુકાન બહાર લાંબી લાઇન.
  • સવારથી જ યુનિફોર્મ લેવા વાલીઓ લાઈનમાં ઊભા રહી જાય છે

રાજ્યભરમાં ધો.1થી 5ના વર્ગો પણ 22 નવેમ્બરથી હવે શરૂ થઈ ગયા છે. જોકે હાજરી મરજિયાત રાખવામાં આવી છે અને વાલીઓની સંમતિ સાથે જ બાળકોને ક્લાસમાં ભણાવવામાં આવશે. એની સાથે જ કોરોનાની ગાઇડલાઈન્સનું પાલન કરવું આવશ્યક રહેશે. ભૂલકાં માટે પણ જ્યારે શાળા શરૂ થઈ ચૂકી છે ત્યારે યુનિફોર્મ લેવા રાજકોટમાં વાલીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે કોરોનાને કારણે બધે લાઈન લગાવવી પડે છે. એક કે બે કલાકે યુનિફોર્મ લેવાનો વારો આવે છે.

સવારથી જ વાલીઓને લાઈનમાં ઊભું રહેવું પડે છે
રાજકોટની પંચનાથ હોસ્પિટલ નજીકની એક દુકાનમાં યુનિફોર્મ લેવા વાલીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે. સવારથી જ યુનિફોર્મ લેવા વાલીઓ લાઈનમાં ઊભા રહી જાય છે. અંદાજે 1-2 કલાકે યુનિફોર્મ લેવા માટે વારો આવે એટલી ભીડ હાલ દુકાનમાં જોવા મળી રહી છે. વાલીઓ સાથે તેનાં બાળકો પણ યુનિફોર્મ લેવા પહોંચ્યાં હતાં અને અનુષ્કા નામની વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે કોરોનાને કારણે હવે તમામ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. કલાકથી લાઈનમાં ઊભા રહ્યા બાદ યુનિફોર્મ લેવાનો વારો આવે છે.

યુનિફોર્મ લેવા વાલીઓ અને વિદ્યાર્થીઓની દુકાનમાં પડાપડી.
યુનિફોર્મ લેવા વાલીઓ અને વિદ્યાર્થીઓની દુકાનમાં પડાપડી.

સ્ટેશનરીમાં પણ વિદ્યાર્થીઓની ભીડ વધી
ઉલ્લેખનીય છે કે 22 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં ધો.1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. સંમતિપત્ર સાથે વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા છે. ત્યારે હવે સ્કૂલ યુનિફોર્મથી લઈ સ્ટેશનરી સહિતની દુકાનોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ જોવા મળી રહી છે. રાજકોટમાં પણ સ્ટેશનરી અને યુનિફોર્મની દુકાને વિદ્યાર્થીઓ પોતાની જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદી રહ્યા છે.

એક-બે કલાકે વારો આવે છે.
એક-બે કલાકે વારો આવે છે.