વતન વાપસી:યુક્રેનથી આવેલા સ્ટુડન્ટ આખરે રાજકોટ પહોંચ્યા; વાલીઓ, કલેક્ટર, ધારાસભ્ય સહિતનાએ સ્વાગત કર્યુ

રાજકોટ4 મહિનો પહેલા
યુક્રેનથી પરત આવેલા સ્ટુડન્ટ રાજકોટમાં ખુશખુશાલ - Divya Bhaskar
યુક્રેનથી પરત આવેલા સ્ટુડન્ટ રાજકોટમાં ખુશખુશાલ
  • માતાપિતા પોતાના સંતાનોને ભેટી પડ્યા અને કંકુ તિલક કરી ફૂલડે વધાવ્યાં
  • વિદ્યાર્થીઓએ પોતાને લક્કી માન્યા કે પ્રથમ બેચમાં સુરક્ષિત પરત ઘરે પહોંચી ગયા

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ દરમિયાન અભ્યાસ અર્થે ગયેલા અનેક ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળતો હતો. યુક્રેનથી ગઈકાલે મુંબઇ અને દિલ્લી આવેલા વિદ્યાર્થીઓને આજે પરત ગુજરાતમાં પોતાના ઘેર લાવવામાં આવ્યા હતા. આજે 6 વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર તેમજ મેયર અને ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે માતાપિતા દ્વારા બાળકોને મળતા ભેટી પડ્યા અને કંકુ તિલક કરી ફૂલડે વધાવ્યા હતા. રાજકોટ આવેલા વિદ્યાર્થીઓએ પોતાને લક્કી માન્યા હતા કે, પ્રથમ બેચમાં તેઓ સુરક્ષિત પરત ઘરે પહોંચી ગયા છે.

9 વિદ્યાર્થીઓ આવતીકાલે રાજકોટ પહોંચશે
યુક્રેનથી પરત આજે રાજકોટ 6 વિદ્યાર્થી આવ્યા હતા. જેમાં ઓમ જાની, કિશાંગ મહેતા, ધારા વોરા, જેન્સી ભેટારીયા, અને હેપી ભાલાણીનો સમાવેશ થાય છે. જ્યારે દામિની રાઠોડ નામની જસદણની વિદ્યાર્થિની સીધી પોતાના ઘરે આજે જસદણ પહોંચી છે. આ સાથે યુક્રેનમાં કુલ રાજકોટના કુલ 45 જેટલા વિદ્યાર્થીઓની યાદી વહીવટી તંત્ર સુધી પહોંચી છે, હજુ 9 વિદ્યાર્થીઓ આવતીકાલે પહોંચવાના છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા આજે તમામ વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને બાદમાં તેમની પાસેથી માહિતી લેવામાં આવી હતી અને અન્ય કેટલા વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તે માટે ચર્ચા કરી હતી. અને તંત્ર સાથે સંપર્કમાં રહી મદદરૂપ થવા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી.

રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને આવકાર્યા
રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓને આવકાર્યા

હવે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઓનલાઈન અભ્યાસ કરાશે- હેપી ભાલાણી
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતી અને યુક્રેન અભ્યાસાર્થે ગયેલી વિદ્યાર્થિની ધારા વોરાએ જણાવ્યું હતું કે , પોતે બીએસએમીયુમાં મેડિકલ યુનિવર્સિટીમાં 5માં વર્ષમાં અભ્યાસ કરે છે. આજે સુરક્ષિત રીતે પ્રથમ બેચમાં જ રાજકોટ આવી જતાં ખુશી વ્યક્ત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની સરકારના સપોર્ટથી તેઓ આજે રાજકોટ પહોંચી ગયા છે, માટે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હતી. આજે હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતીઓ યુક્રેનમાં ફસાયા છે. સૌથી વધારે મુશ્કેલી કિવ અને ખારકીવમાં રહેલા લોકોને છે. હવે આગળ પરિસ્થિતિ યથાવત ન થાય વાતાવરણ શાંત ન બને ત્યાં સુધી તેઓ અભ્યાસ પણ ઓનલાઇન કરવામાં આવશે. આ પ્રકારની સૂચના યુનિવર્સીટી દ્વારા આપવામાં આવી છે.

રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ વિદ્યાર્થિનીનું સ્વાગત કર્યુ
રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ વિદ્યાર્થિનીનું સ્વાગત કર્યુ

23 ફેબ્રુઆરીએ હુમલો થયો ત્યારે અમે સૂતા હતા- હેપી ભાલાણી
જ્યારે બીજી રાજકોટની વિદ્યાર્થિની હેપી ભાલાણીએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે , 23 તારીખે પ્રથમ હુમલો થયો હતો. સવારના સમયે આ સમયે અમે સુતા હતા પછી માહોલ થોડો પેનિક થઇ ગયો હતો. અને આ ચાર દિવસે અમે રાજકોટ પહોંચી ગયા છીએ માટે અમે હાશકારો અનુભવી છી. ચાર દિવસ સુઈ પણ નથી શક્યા આ ચાર દિવસ એવા છે જે અમે અમારી જિંદગીમાં ક્યારે ભૂલી શકી એમ નથી કારણ કે બધું જ નજરે નિહાળ્યું છે..

દીકરી સહીસલામત પરત આવતા શિક્ષક પિતા ખુશ
રાજકોટમાં શિક્ષક એવા સંજય ભેટારીયાની દીકરી જેન્સી ભેટારીયા સેકન્ડ યરમાં અભ્યાસ કરે છે. યુક્રેનની બીએસએમીયુ મેડિકલ યુનિવર્સિટીમાં. તેમની દીકરી ચર્નીમાં રહેતી હતી પ્રથમ હુમલો થયો ત્યારથી ચિંતાનો માહોલ હતો. દિવસમાં 10 થી 15 વખત વાત કરતા હતા. આજે દીકરી પરત આવી જતા ખુશી થઇ રહી છે. પ્રથમ રોમાનિયાથી બુખારેસ એરપોર્ટ અને ત્યાંથી મુંબઈ અને મુંબઇથી અમદાવાદ બસમાં આવ્યા હતા અને અમદાવાદથી રાજકોટ મારી દીકરી ફરી છે.

અન્ય સમાચારો પણ છે...