પ્રવેશ પ્રકિયા:ધો.9 થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ આપી શકાશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ના કારણે હજારો લોકો સ્થળાંતર કર્યું છે ત્યારે ધો.9 થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખવાની અને ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી 31 ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે અમુક લોકો સ્થળાંતર કરી રહ્યા છે. તેથી હજુ કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશથી વંચિત રહી ગયેલા હોય ધો.9 થી 12માં કઇ તારીખ સુધી શાળામાં પ્રવેશ આપવો તે અંગે માર્ગદર્શક સૂચના જાહેર કરવા કચેરીને જણાવાયું છે.

આ ઉપરાંત ધો.10ની પૂરક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પણ ધો.11માં પ્રવેશ મેળવવાનો થાય છે. ત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધો.9 થી 12માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શાળામાં 30 સપ્ટેમ્બર સુધી પ્રવેશ આપી શકાશે. ત્યારબાદ 31 ઓક્ટોબર સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.

અન્ય સમાચારો પણ છે...