એજ્યુકેશન:નેશનલ મિન્સ સ્કોલરશિપ સ્કીમ માટે વિદ્યાર્થીઓ 30મી સુધી ફોર્મ ભરી શકશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂ.12 હજારની સ્કોલરશિપ મળે છે

વર્ષ 2022-23 માટે NMMSS (નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ) માટે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ લંબાવીને 30મી નવેમ્બરે કરવામાં આવી છે. આર્થિક રીતે નબળા વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને 8માં ધોરણમાં ડ્રોપ આઉટ અટકાવવા અને માધ્યમિક સ્તર સુધી તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. શિષ્યવૃત્તિની રકમ પ્રતિ વર્ષ રૂ.12000 છે.

નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપ સ્કીમ (NMMSS) નેશનલ સ્કોલરશિપ પોર્ટલ (NSP) પર હોસ્ટ કરવામાં આવે છે. તે વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવતી શિષ્યવૃત્તિ યોજનાઓ માટે એક સ્ટોપ પ્લેટફોર્મ છે. NMMSS શિષ્યવૃત્તિ DBT મોડને અનુસરીને પબ્લિક ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફર દ્વારા પસંદ કરાયેલા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં સીધા જ વિતરીત કરવામાં આવે છે. આ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.

જે વિદ્યાર્થીઓના માતા-પિતાની તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક રૂ.3,50,000 કરતાં વધી નથી તેઓ શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્ર છે. શિષ્યવૃત્તિ માટેની પસંદગીની કસોટીમાં બેસવા માટે વિદ્યાર્થીઓ પાસે ધોરણ 7ની પરીક્ષામાં ઓછામાં ઓછા 55 ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોવો આવશ્યક છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે 5 ટકાની છૂટ આપવામાં આવી છે. હજુ 30મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

અન્ય સમાચારો પણ છે...