ધરણાં:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના PhDની એન્ટ્રસ એક્ઝામ ફરીથી લેવાની માગ સાથે વિદ્યાર્થીએ મોડી રાત સુધી આંદોલન ચાલુ રાખ્યું

રાજોકટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષા ફરી લેવાની માગ સાથે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની તસવીર - Divya Bhaskar
પરીક્ષા ફરી લેવાની માગ સાથે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએડીની એન્ટ્રસ એક્ઝામ આપનારા વિદ્યાર્થીઓએ મોડી રાત સુધી ધરણાં યથાવત્ રાખ્યાં છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશોને પરીક્ષા ફરીથી લેવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું છે. તેમનો આક્ષેપ છે કે પહેલા લેવાયેલી પરીક્ષામાં છબરડા થયા હતા. તેથી ફરીથી પરીક્ષા લેવામાં આવે. તેઓ વધુમાં જણાવે છે કે, આ મામલે તેમણે યુનિવર્સિટીના સત્તાધીશોને બેથી ત્રણ વખત રજૂઆત કરી હતી. તે છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો. આ ઉપરાંત સત્તાધીશો ગોળ ગોળ જવાબ આપતા હતા તેથી તેમણે આંદોલન શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...