રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રેલનગરમાં ધો.10ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીએ બગીચામાં જઇ ફિનાઈલ ગટગટાવ્યું, સિવિલમાં દાખલ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • દીવો માથે પડતા વૃદ્ધા દાઝી ગયા, સારવાર દરમિયાન મોત
  • એરપોર્ટ રોડ પર ઓનલાઈન જુગાર રમતો ઈસમ પોલીસની રેઇડમાં પકડાયો
  • માતા-બહેન સાથે બબાલ થતા યુવકે ફિનાઇલ પીધુ

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતા વિદ્યાર્થીએ રાતે ઘર નજીક આવેલા બગીચામાં જઇ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમન નગર પોલીસમાં જાણ કરી હતી. વિદ્યાર્થીલના પિતા જીલ્લા પંચાયતની કેન્ટીનમાં કામ કરે છે. વિદ્યાર્થીએ તાજેતરમાં જ ધોરણ-10ની પરિક્ષામાં પાસ થયો છે. પોલીસ અને પરિવારજનોની વિસ્તૃત પુછતાછમાં તેણે મગજ ભમતો હોવાથી ફિનાઇલ પી લીધુ હોવાનું જણાવ્યું હતું.

દીવો માથે પડતા વૃદ્ધા દાઝી ગયા, સારવાર દરમિયાન મોત
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્ટમાં અશોક લેલેન્ડ કંપનની સામે રહેતા નિર્મળાબા હિતેન્દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.55) નામના પ્રૌઢા આજથી દશેક દિવસ પહેલા પોતાના ઘરે દિવાબતી કરતા હતા ત્યારે દિવો માથે પડતા તેની ઝાળ સાડીમાં લાગવાથી ગંભીર રીતે દાઝી ગયા હતાં જે બાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેઓએ આજે સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોકમય માહોલ છવાયો છે. 10 દિવસની સારવાર દરમિયાન આજે દમ તોડી દેતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા આજીડેમ પોલીસને જાણ ક૨વામાં આવતા એએસઆઈ એસ.એસ.ગોસાઈ તથા સ્ટાફે મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાના પતિ હિતેન્દ્રસિંહ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે બેંગ્લોરના બુકીની શોધખોળ શરૂ કરી
રાજકોટના એરપોર્ટ રોડ પર પદ્મકુંવરબા સોસાયટીમાં રહેતો ભાર્ગવ ઘનશ્યામ કુંદવા નામનો ગરબી શખ્સ ઓનલાઈન જુગાર રમવાની ટેવવાળો હોવાની પોલીસને માહિતી મળી હતી. દરમ્યાન ગઇકાલે રાત્રીના 9.50 વાગ્યાના અરસામાં ભાર્ગવ કુંદડા આમ્રપાલી વિસ્તારમાં ગુરૂ ગોલવાલકર રોડ પર શિવશક્તિ પાન પાસે જાહેરમાં જુગાર રમી રહ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ જે.જી.રાણાને બાતમી મળતા પોલીસે છાપો માર્યો હતો. દરમ્યાન ભાર્ગવ જુગાર રમતા રંગે હાથ મળી આવ્યો હતો. પોલીસે ભાર્ગવની પુછપરછ કરતા તેણે ઓનલાઈન જુગારની એપ્લીકેશનની આઈ.ડી. બેંગ્લોરના રેકી અન્ના નામના શખ્સે આપ્યાની કબુલાત આપતા પોલીસે બેંગ્લોરના બુકીની શોધખોળ શરૂ કરી છે.

ઓનલાઈન જુગાર રમતો ઈસમ પોલીસની રેઇડમાં પકડાયો
ઓનલાઈન જુગાર રમતો ઈસમ પોલીસની રેઇડમાં પકડાયો

માતા-બહેન સાથે બબાલ થતા યુવકે ફિનાઇલ પીધુ
રાજકોટના થોરાળા વિસ્તારમાં આવેલ સર્વોદય સોસાયટીમાં રહેતાં વિરેન્દ્ર રમેશભાઇ ગોહેલ (ઉ.વ.40)એ ગઇકાલે રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં વિરેન્દ્ર વિદ્યાનગર રોડ પરની હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે કામ કરતો હોવાનું સામે આવ્યું છે. ભોગબનનારે પોલીસને જણાવ્યા મુજબ રાતે ઘરે આવી માતા-બહેન સાથે કોઈ કારણોસર બબાલ થતા ઉગ્ર બોલાચાલી કર્યા બાદ ગુસ્સો આવતાં ફિનાઇલ પી ગયાનું જણાવાયું હતું.

આગમાં દાઝી જતા પરિણીતાનું મોત
રાજકોટના કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં રહેતાં નિર્મળાબા હિતેન્‍દ્રસિંહ ચુડાસમા (ઉ.વ.55) દસેક દિવસ પહેલા દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતાં. તેમનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. નિર્મળાબા ઘરે દિવાબત્તી કરતી વખતે દાઝી ગયાનું પોલીસની પુછતાછમાં જણાવાયું હતું. પ્રથમ તેમને ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં સિવિલમાં દાખલ કરાયા હતાં. આજે દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

નંબર પ્‍લેટ વગરના 109 વાહનો ડીટેઈન કરવામાં આવ્‍યા
રાજકોટ શહેરમાં ટ્રાફીક સમસ્‍યાના નિરાકરણ માટે સક્રિય બનેલી ટ્રાફીક પોલીસ અને જુદા જુદા પોલીસ સ્‍ટેશનની ટીમોએ ગઈકાલે બપોર બાદ મુખ્‍ય માર્ગો ઉપર ઓચિંતુ ચેકીંગ ગોઠવી બ્‍લેક ફિલ્‍મ લગાવેલી કાર અને નંબર પ્‍લેટ વગરના વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન બ્‍લેક ફિલ્‍મ લગાવેલા 74 કારચાલકો પાસેથી 37 હજાર, નિયત મર્યાદા કરતા વધુ સ્‍પીડે વાહનો ચલાવતા 16 વાહનચાલકો પાસેથી 32 હજાર, ત્રિપલ સવારીમાં ટુ વ્‍હીલર પર નીકળી પડેલા 75 વાહનચાલકો પાસેથી 7500 ટ્રાફીક અડચણના 114 કેસો કરી 85400, ફેન્સી નંબર પ્‍લેટના 163 કેસો અંતર્ગત 49,000 અને નંબર પ્‍લેટ વગરના 50 વાહનોના ચાલક પાસેથી 25 હજાર જેટલો દંડ વસૂલવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત નંબર પ્‍લેટ વગરના 109 વાહનો ડીટેઈન કરવામાં આવ્‍યા હતા.

પત્નીને માતા સાથે ઝગડો થતા પતિએ ઝેરી દવા પીધી
રાજકોટ જામનગર રોડ પર સ્‍લમ ક્‍વાર્ટરમાં રહેતો આનંદ રસિકભાઇ પરમાર (ઉ.વ.24) ગઈકાલે રાત્રે દવા પી જતાં ઝેરી અસર થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી. આનંદને સંતાનમાં એક પુત્ર છે. પોતે હાલમાં કંઇ કામ કરતો નથી. તેના માતા લીલાબેને કહ્યું હતું કે ઘરના કામ બાબતે પોતાને પુત્રવધૂ પ્રીતી સાથે બોલાચાલી થતાં તેણીએ હાથ ઉગામી લીધો હતો. આ કારણે આનંદને માઠુ લાગતાં દવા પી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...