તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કારે બાઇકને ઠોકરે લેતા મિત્રની નજર સામે વિદ્યાર્થિનીનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોલેજ મુકવા જતા રસ્તામાં કારે ઠોકર મારી

રાજકોટ શહેરમાં અકસ્માતના બનાવો ઘટયા હોવાનો પોલીસતંત્રનો દાવો પોકળ સાબિત થયો છે. ત્યારે શુક્રવારે રાજકોટ-ભાવનગર હાઇવે પર રાજસમઢિયાળા ગામ પાસે પૂરઝડપે ધસી આવેલી કારે આગળ જઇ રહેલા બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુગલ ફંગોળાઇને પટકાયું હતુ. જેમાં બાઇક ચાલકની નજર સામે જ આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતી મહિલા મિત્રનું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલી કારના ચાલક સામે ગુનો નોંધી આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માતના બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પીએસઆઇ જી.એન.વાઘેલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. અકસ્માતમાં ઘવાયેલા લાલજી ભગાભાઇ દવેરા નામના યુવાનની પૂછપરછ કરતા તે મૂળ ગીરગઢડાના તીથવા ગામનો છે. હાલ રાજકોટમાં ગોકુલ હોસ્પિટલમાં કેશિયર તરીકે નોકરી કરી હોસ્પિટલની જ હોસ્ટેલમાં રહે છે. અગાઉ ત્રંબા ગામ પાસે આવેલી ગ્લોબલ આયુર્વેદિક કોલેજમાં નોકરી કરતો હતો. તે સમયે ભક્તિનગર સર્કલ, જયનાથ હોસ્પિટલ નજીક રહેતી પ્રિયાંશી અજિતભાઇ ચાવડા નામની યુવતી સાથે પરિચય થયો હતો. પરિચય બાદ બંને ગાઢ મિત્રો બન્યા હતા. દરમિયાન આજે સવારે પ્રિયાંશીને કોલેજ જવું હોય તેને બાઇક પર મુકવા નીકળ્યો હતો. બંને ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ પાસે પહોંચતા પાછળથી એક ઇકો કાર પૂરઝડપે આવી બાઇકને ટક્કર મારી નાસી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...