તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતના મુખમાં ધકેલાતા રોકાશો:રાજકોટ એન્જિ.ના વિદ્યાર્થીએ અકસ્માતો રોકવા ‘ડ્રાઉઝીનેસ ડિટેક્શન’ ડિવાઇસ બનાવ્યું, ડ્રાઇવરને ઝોકું આવશે તો એલાર્મ વાગે-અલર્ટ કરે

રાજકોટ3 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ડિવાઇસ ડ્રાઇવરની આંખોને ડિટેક્ટ કરે છે.
  • આ ડિવાઇસ સેટઅપમાં ડ્રાઇવરની સામેના વિન્ડો-સ્ક્રીન ઉપર એક અદ્યતન કેમેરો લગાવવામાં આવ્યો છે
  • ડિવાઇસની મદદથી ડ્રાઇવરના સંબંધી અથવા ટ્રક-ડ્રાઇવર હોય તો માલિક સુધી આ મેસેજ મોકલી શકાય

બે દિવસ પહેલાં આણંદ-તારાપુર હાઇવે પર ઇન્દ્રજણ નજીક ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતાં 9 લોકોનાં મોત થયાં હતાં. હાઇવે પર આવા ગમખ્વાર અકસ્માતમાં વર્ષે હજારો લોકો પોતાનો જીવ ગુમાવે છે. ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. હાઈવે પર થતા અકસ્માતને રોકવા માટે રાજકોટની વીવીપી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થી બંસી રાયચુરાએ ડ્રાઈવર ડ્રાઉઝીનેસ ડિટેક્શન નામની ટેકનોલોજી વિકસાવી છે, જેમાં ટ્રક-ડ્રાઈવર કે કાર-ડ્રાઈવરને ઝોકું આવે તો એમાં એલાર્મ વાગે છે, જેથી ટ્રક કે કારના માલિકને આ અંગેનો મેસેજ પણ મળશે, જેનાથી તે પણ ડ્રાઇવરનો સંપર્ક કરી સતર્ક કરી શકશે.

જાણો કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ
આ સેટઅપમાં ડ્રાઈવરની સામેના વિન્ડો-સ્ક્રીન પર એક અદ્યતન કેમેરા સિસ્ટમ લાગે છે, જે ડ્રાઇવરની આંખના ખુલ્લા રહેવાની નોંધ કરે છે. જે સતત કેમરા તરફથી આવતા ડેટાનું એનાલિસિસ કરે છે. સ્વાભાવિક છે કે કોઇપણ વ્યક્તિની આંખો એક મિનિટમાં અંદાજિત 20 વાર બ્લિનક (ઝપકવું) કરે છે. જે આ સિસ્ટમમાં ફોલ્સ ડિટેક્શન ન થાય એ પ્રમાણે ગોઠવેલી છે. કોઇપણ વ્યક્તિની આંખ 100 મિલી સેકેન્ડ પૂરતી ઝબકે છે. આ સમય કરતાં વધારે સમય આંખ બંધ રહે તો વ્યક્તિ ડ્રાઉઝીનેસ (સુસ્તી)માં છે અને ઊંઘવાની કે ઝોકું ખાવાની શક્યતા ધરાવે છે.

ડિવાઇસમાં મોબાઇલ નંબર રજિસ્ટર કરવામાં આવે છે.
ડિવાઇસમાં મોબાઇલ નંબર રજિસ્ટર કરવામાં આવે છે.

વધારાની સિસ્ટમ વાઈફાઈ ડિવાઈસ કનેક્ટ કરવામાં આવી છે
આ સિસ્ટમ સાથે મોબાઈલ કનેક્ટ કરવામાં આવે છે. જ્યારે ડ્રાઈવરની આંખ નિયત સમય કરતાં વધારે સમય સુધી બંધ રહેશે એ લાઈવ વીડિયો પ્રોસેસિંગમાં ડિટેક્ટ કરવામાં આવશે. ત્યારે એક એલાર્મ વાગશે, જેથી ડ્રાઈવર અલર્ટ થઇ જશે અને ફ્રેશ થઇ ફરી ડ્રાઈવિંગ શરૂ કરી શકશે, જેથી અકસ્માત નિવારી શકાય છે, સાથે વધારાની સિસ્ટમ વાઈફાઈ ડિવાઈસ કનેક્ટ કરવામાં આવી છે, જેમાં એક મેસેજ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જેથી ડ્રાઈવરના સંબંધી અથવા ટ્રક-ડ્રાઈવર હોય તો માલિક સુધી આ મેસેજ મોકલી શકાય. આ સાથે ઈમેલ સિસ્ટમ પણ કનેક્ટ કરી છે, જેમાં મેસેજની જેમ જ ઈમેલ પણ જશે.

ડ્રાઇવરની સામેના વિન્ડો-સ્ક્રીન પર એક અદ્યતન કેમેરા સિસ્ટમ લાગે છે.
ડ્રાઇવરની સામેના વિન્ડો-સ્ક્રીન પર એક અદ્યતન કેમેરા સિસ્ટમ લાગે છે.

આ ડિવાઇસની મદદથી ઘણા અકસ્માતો નિવારી શકાશે
ડિવાઇસ બનાવનાર અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના 6ઠ્ઠા સેમેસ્ટમાં અભ્યાસ કરતા બંસી રાયચુરાએ જણાવ્યું હતું કે મારા 6ઠ્ઠા સેમેસ્ટરના મિની પ્રોજેક્ટ માટે ડ્રાઇવર ડ્રાઉઝીનેસ ડિટેક્શન સિસ્ટમ નામની ડિવાઇસ બનાવી છે. ઘણા સમયથી આપણે જોતા આવ્યા છીએ કે ઘણા કલાકોથી ડ્રાઇવરો ડ્રાઇવિંગ કરતા હોય છે, પરંતુ અમુક વખતે તેને ઊંઘ આવવાથી અકસ્માત થવાના ચાન્સિસ ઘણા વધી જાય છે. આ ચાન્સિસ આપણે આ સિસ્ટમ દ્વારા ઘટાડી શકીએ છીએ.

બંસી રાયચુરા વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના 6ઠ્ઠા સેમેસ્ટમાં અભ્યાસ કરે છે.
બંસી રાયચુરા વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના 6ઠ્ઠા સેમેસ્ટમાં અભ્યાસ કરે છે.

ડ્રાઇવરની આંખો બંધ હશે તો ડિવાઇસ ડિટેક્ટ કરશે
બંસીએ વધુમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમ સૌપ્રથમ તો ડિટેક્ટ કરશે કે ડ્રાઇવરની આંખો ખૂલી છે કે બંધ છે. જો ડ્રાઇવરની આંખો બંધ હશે તો એ ડિટેક્ટ કરશે. થોડા સમયમાં જો આંખો ખૂલે નહીં તો ડિવાઇસમાંથી એલાર્મ વાગશે તેમજ એક રજિસ્ટર મોબાઇલ નંબર પર એક મેસેજ કરશે તેમજ એક રજિસ્ટર ઇમેઇલ આઇડી પર ઇમેઇલ મોકલશે. જો ડ્રાઇવર એલાર્મથી પણ સતર્ક ન થાય તો મેલ અને મેસેજ જેને મોકલેલ છે તે આ ડ્રાઇવરનો સંપર્ક કરી તેને જગાડશે.