તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:નારાયણ સરોવર, બારડોલી માટે STની એસી સ્લિપર શરૂ

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી બસમાં 75 ટકા યાત્રિકો બેસાડી શકાશે

રાજકોટથી બારડોલી અને નારાયણ સરોવર જવા રાજકોટ એસટી નિગમે આજથી નવી એસી સ્લિપર વોલ્વો શરૂ કરી છે. રાજકોટથી બારડોલીની એસી સ્લિપર નવા બસપોર્ટ પરથી દરરોજ રાત્રીના 20.30 કલાકે ઉપડશે. નાઈટ કર્ફ્યૂ શરૂ થાય તે પહેલા આ બસ રાજકોટથી રવાના થઇ જશે અને સુરત-બારડોલી વહેલી સવારે 6 વાગ્યા બાદ જ પહોંચશે.

પરતમાં બારડોલીથી રાજકોટ આવવામાં આ બસ સાંજે 19 કલાકે બારડોલીથી ઉપડશે. આ એસી સ્લિપર બસનું બારડોલીનું ભાડું રૂ.970 રખાયું છે. આ બસ પરિવહન દરમિયાન નડિયાદ, આણંદ, બરોડા, સુરત થઇને બારડોલી પહોંચશે. એસટીની તમામ બસમાં હાલ 75 ટકા યાત્રિકો બેસાડવાની છૂટ અપાઈ છે.

નારાયણ સરોવરની બસ રાજકોટ બસપોર્ટ પરથી રાત્રીના 20 કલાકે ઉપડશે અને આશરે સાડા નવ કલાકની મુસાફરી બાદ નારાયણ સરોવર પહોંચશે. નારાયણ સરોવરથી પરત રાજકોટ આવવામાં આ બસ રાત્રીના સાંજે 18 કલાકે ઉપડશે. રાજકોટ-નારાયણ સરોવર એસી સ્લિપરનું ભાડું રૂ. 655 રખાયું છે. આ બસ તેના રૂટમાં મોરબી, સામખિયાળી, ભચાઉ, આદીપુર, અંજાર, ભુજ, નખત્રાણા, માતાના મઢ, વર્યાનગર થઇને નારાયણ સરોવર જશે.

અન્ય સમાચારો પણ છે...