તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમજનક:ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં મહિલા કોન્સ્ટેબલ સામે SRP જવાન નગ્ન થયો, પત્ની અને પુત્રે માથાકૂટ સાથે ફરજમાં રૂકાવટ કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં શરમજનક ઘટના બની (ફાઇલ તસવીર). - Divya Bhaskar
ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં શરમજનક ઘટના બની (ફાઇલ તસવીર).
  • SRP જવાને નોટિસ બજવણી ન થવા દેવાના હેતુથી પોલીસને ગાળો ભાંડી ઝગડો કર્યો હતો

‘ઊલ્ટા ચોર કોટવાલ કો ડાંટે’ના કહેવત જેવી ઘટના ગોંડલના સિટી પોલીસ મથકમાં બની હતી. જેમાં SRP ગ્રુપમાં નોટિસ બજાવવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ સાથે એસઆરપી જવાને ઝઘડો કર્યો હતો. બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવવા મથકે આવી ફરી ઝઘડો કર્યો હતો. મહિલા કોન્સ્ટેબલની સામે SRP જવાન નગ્ન થઈ વરવો ખેલ ખેલી પોલીસ કોન્સ્ટેબલ સાથે મારપીટ કરી હતી. બાદમાં નીચ માનસિકતાથી ટેવાયેલા SRP જવાનની PI એસ.એમ. જાડેજા, PSI ઝાલાએ આગવી ઢબે સરભરા કરી શાન ઠેકાણે લાવી દીધી હતી.

SRP જવાન, તેની પત્ની અને દીકરી વિરૂદ્ધ મહિલા કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ સિટી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રેશ્માબેન અબ્દુલભાઈ મંધરાએ SRP ગ્રુપ આઠમાં રહેતા ભગવાનજી નાથાભાઈ મકવાણા તેના પત્ની મંજુલાબેન અને પુત્ર પ્રકાશ વિરુદ્ધ પોલીસ મથકમાં કપડાં કાઢી નગ્ન થઈ ખોટો ઝઘડો કરી એકબીજાને મદદગારી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય વિરૂદ્ધ IPC કલમ 186, 188, 269, 332, 354, 506, 114 તથા ધ એપેડેમિક એક્ટ કલમ 3 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 51 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

દીકરીને કોન્સ્ટેબલ તરફ ધક્કો મારી SRP જવાને છેડતીની ખોટી ફરિયાદ નોંધવા ધમકી આપી
ફરિયાદમાં જણાવ્યા મુજબ પોલીસ કોન્સ્ટેબલ વાઘાભાઈ માલાભાઈ આલ SRP ગ્રુપ 8 ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભગવાનજીભાઈ નાથાભાઈ મકવાણાને હાજર થવાની નોટિસ બજાવવા ગયા હતા. ત્યારે SRP જવાન ભગવાનજીભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી પોતાની દીકરીનો હાથ પકડી પોલીસ કોન્સ્ટેબલ તરફ ધક્કો મારી તું મારી દીકરીની છેડતી કરે છે તેવી ખોટી ફરિયાદની ધમકી આપી હતી.

ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો.
ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો.

બાદમાં SRP જવાન પુત્ર અને પત્નીને સાથે લઈ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા
બાદમાં પોલીસ મથકે SRP જવાન પુત્ર અને પત્નીને સાથે લઈ દોડી આવ્યા હતા અને પોલીસ મથકમાં જ વાઘાભાઇને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન અન્ય કોન્સ્ટેબલ તેમજ PSI બી.એલ. ઝાલાએ વચ્ચે પડી વાઘાભાઇને છોડાવ્યા હતા. એટલેથી જ SRP જવાને ન અટકી મહિલા પોલીસ કોન્સ્ટેબલની સામે નગ્ન થઈ નીચી માનસિકતા દર્શાવી હતી.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)

અન્ય સમાચારો પણ છે...