હડતાળનો ત્રીજો દિવસ:રાજકોટ સિવિલમાં જૂની માંગણી સાથે 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરની હડતાળ યથાવત,દર્દીઓ થયા પરેશાન,આરોગ્ય સેવા ખોરંભાઇ

રાજકોટ3 મહિનો પહેલા
સુત્રોચ્ચાર સાથે ડોક્ટરોનો વિરોધ
  • ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા
  • 40 લાખના બોન્ડ કરેલા 30 ડોક્ટરની શરત મુજબ સિવિલના બદલે રૂરલમાં બદલી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પંડિત દિન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે.

રાજકોટ રેસિડેન્ટ અને બોન્ડેડ તબીબોએ હડતાળ પાડી
રાજકોટ રેસિડેન્ટ અને બોન્ડેડ તબીબોએ હડતાળ પાડી

કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો
આજે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી ત્યારે 10 લાખના બોન્ડ અને સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી. પરંતુ 30 તબીબની અન્ય હોસ્પિટલમાં બદલી થતા વિરોધ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ શરૂ છે ત્યારે જો તેઓની માંગ નહિ સંતોષાય તો એ પણ બંધ કરવાની તૈયારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

સુત્રોચ્ચાર સાથે ડોક્ટરોનો વિરોધ
સુત્રોચ્ચાર સાથે ડોક્ટરોનો વિરોધ

બોન્ડનો સમય વધારી પગારધોરણમાં પણ ઘટાડો કરાયો
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય 1:2 એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે 11 માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. 12 એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ 31 જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ 1:1 કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.

જૂની માગણીને લઇને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા.
જૂની માગણીને લઇને ડોક્ટરો હડતાળ પર ઉતર્યા.

બોન્ડેડ તબીબોએ કરેલી માંગ

  • ઠરાવ ક્રમાંક એમસીજી/1021/459/જ તા. 12-4-2021 મુજબ બોન્ડનો સમયગાળો 1:2 ગણવામાં આવે.
  • બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન અપાય.
  • પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને અમારું શૈક્ષણિક કાર્ય કોવિડના કારણે વેડફાયું હોવાથી શૈક્ષણિક સંસ્થામાં જ નિમણૂક અપાય.
  • અન્ય રાજ્યોની મારફત SR વત્તા બોન્ડ યોજના લાગુ કરાય.

રેસિડેન્ટ તબીબોએ કરેલી માગ

  • અમોને પણ બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગારપંચ પ્રમાણે વેતન આપવામાં આવે
  • ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર્સ ન હોવાને લીધે તેમજ અમારૂ એકેડેમિક પર કોવિડમાં વેડફાયું હોવાથી અમોને અમારી શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક આપવામાં આવે.
  • અન્ય રાજ્યોની જેમ સિનિયર રેસિડેન્ટશીપ પ્લસ બોન્ડની યોજના પણ ગુજરાતમાં લાગુ કરવામાં આવે
  • ઉપરોક્ત માગણીઓ નહીં સંતોષાય તો અમે JDA તેમજ તમામ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ઉતિર્ણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાશે