કામગીરી:વેરાની આકરી વસૂલાત, રૂ.31.48 લાખની રિકવરી, 38 મિલકત સીલ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટ ઝોનમાં 15 મિલકત સીલ અને માત્ર 3 લાખની જ વસૂલાત થઈ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા પોતાના ટાર્ગેટના 50 ટકા જ વસૂલાત કરી શકી છે તેથી હવે નાણાકીય વર્ષના છેલ્લા 3 મહિનામાં વસૂલાત આકરી બનાવવા શરૂઆત કરી છે. મંગળવારે અલગ અલગ સ્થળોએ જઈને વસૂલાત કરાઇ હતી અને જ્યાંથી વસૂલાત ન થઈ ત્યાં સીલ મારી દીધા હતા. વેરા વસૂલાત શાખાની એક ટીમ ઈસ્ટ ઝોન ગઈ હતી જ્યાં 11.26 લાખ રૂપિયાની વસૂલાત કરાઇ હતી અને 10 મિલકતને સીલ કરાઈ હતી.

જ્યારે સૌથી વધુ સીલિંગની કાર્યવાહી વેસ્ટ ઝોનમાં થઈ હતી પણ ત્યાંથી માત્ર 3.82 લાખ રૂપિયાની રિકવરી થઈ હતી. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 13 મિલકતને સીલ કરીને 16.40 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ રીતે ત્રણેય ઝોનમાંથી કુલ 38 મિલકતને સીલ કરીને 31.48 લાખ રૂપિયાની વસૂલાત કરાઈ છે.

સીલ કરેલા યુનિટની વોર્ડ વાઈઝ યાદી
વોર્ડ નં. 4 : તિરુપતિ બાલાજી પાર્કમાં 3-કોમર્શિયલ યુનિટ, 2 કુવાડવા રોડ પર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ
વોર્ડ નં. 5 : પેડક રોડ પર રૂ. 2. 81 લાખના બાકી માગણા સામે 2-કોમર્શિયલ યુનિટ વોર્ડ નં.7 : “યોગી સ્મૃતિ કોમ્પ્લેક્સમાં ત્રીજે માળ 3 મિલકત સીલ, ઓ.કે. મશીનીંગ સીલ
વોર્ડ નં. 9 : “આલ્ફા પ્લસ કોમ્પ્લેક્સમાં 806 નંબરની ઓફિસ, “ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં બાકી માગણા સામે સેલર સીલ, શિલ્પ કોમ્પ્લેક્સમાં
2 દુકાન
વોર્ડ નં.12 : શ્યામ કોમ્પ્લેક્સમાં 7 દુકાન
વોર્ડ નં.17 : 1 -ઇન્ડસ્ટ્રીયલ યુનિટના રૂ.87 હજારના બાકી માગણા સામે સીલ

અન્ય સમાચારો પણ છે...