તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Strict Fines, Laxity In Vaccines, 25.12 Crore Masks Fined In 1 Year In Rajkot Which Is The Highest In The State In Terms Of Population.

19.16 ટકા રાજકોટિયન્સ દંડાયા:‘દંડમાં કડકાઇ, રસીમાં ઢીલાઇ’; રાજકોટમાં 1 વર્ષમાં માસ્કનો 25.12 કરોડ દંડ વસૂલાયો જે વસ્તીના પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 24 જૂન 2020 થી 28 જૂન 2021 સુધીમાં રાજકોટના 3.45 લાખ લોકો સામે માસ્ક ભંગના કેસ કરી રકમ વસૂલાઇ
  • ગુનેગારોને પકડવા લગાવાયેલા CCTV કેમેરાએ ગુનેગારો કરતા નાગરિકો પર વધુ વોચ કરી લોકો પર આર્થિક બોજ લાદ્યો
  • બિઝનેસ ચાલતા નથી, મોંઘવારીએ હદ વળોટી છે, દંડ ભરીને તો હવે થાક્યા છીએ

લોકો વેક્સિન માટે વહેલી સવારથી કતારમાં ઊભા રહે છે, પરંતુ વેક્સિન નહીં હોવાથી ધોકા મારીને તેમને પાછા મોકલવામાં આવે છે. વેક્સિન પૂરી પાડવામાં ઢીલું સાબિત થયેલું તંત્ર લોકોને લૂંટવામાં કડકાઇ બતાવી રહ્યું છે. રાજકોટમાં એક વર્ષમાં માસ્કના 3.45 લાખ કેસ કરીને લોકો પાસેથી દંડના રૂ.25.12 કરોડ વસૂલી લેવામાં આવ્યા છે જે વસ્તીના પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટમાં સૌથી વધુ છે.

જાહેરહિતની થયેલી અરજીના સંદર્ભમાં સરકારે હાઇકોર્ટમાં કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 24 જૂન 2020થી 28 જૂન 2021 સુધીમાં માસ્ક ભંગના 37.42 લાખ કેસ કરીને 252 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં 6.63 લાખ કેસ કરીને રૂ.53.21 કરોડ, રાજકોટમાં 3.45 લાખ કેસ અને રૂ.25.21 કરોડનો દંડ, સુરતમાં 3.81 લાખ કેસ અને રૂ.22.94 કરોડનો દંડ તથા વડોદરામાં 1.87 લાખ કેસ અને રૂ.15.58 લાખનો દંડ કરવામાં આવ્યો છે.

કેસ અને દંડની રકમમાં રાજકોટ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે આવ્યું છે, પરંતુ વસ્તીના પ્રમાણમાં રાજકોટમાં જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે તે માથાદીઠ રાજ્યમાં સૌથી વધુ છે. અમદાવાદ અને સુરતની 65-65 લાખની વસ્તી છે જેની સામે અમદાવાદમાંથી રૂ.53.21 કરોડ અને સુરતમાંથી 22.94 કરોડ દંડ પેટે વસૂલાયા છે, જ્યારે રાજકોટની વસ્તી 18 લાખ છે જેમાંથી 3.45 લાખ કેસ કરીને રૂ.25.12 કરોડ વસૂલીને માથાદીઠ રૂ.139નો બોજ લાદવામાં આવ્યો છે, જ્યારે દંડની વસૂલાયેલી રકમ મુજબ અમદાવાદમાં માથાદીઠ રૂ.81.86 અને સુરતમાં રૂ.35.29 થાય છે.

રાજકોટમાં પોલીસે દાખવેલી કડકાઇથી અગાઉ અનેક વખત નાગરિકો અને પોલીસ વચ્ચે માથાકૂટ થઇ છે. ગુનાખોરીને ડામવા કરતા પોલીસ દંડ વસૂલવા વધુ સક્રિય હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું, એટલું જ નહીં, આઇ-વે પ્રોજેક્ટ હેઠળ શહેરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાનો હેતુ ગુનાખોરી અટકાવવા અને ગુનેગારોને પકડવા ફૂટેજનો ઉપયોગ કરવાનો હતો. શહેરમાં દંડ ફટકારવા માટે જ કેમેરાનો ઉપયોગ થતો હોય તેવો આક્રોશ છે.

રસીના 3.22 લાખ ડોઝ આવી જાય તેટલો દંડ તિજોરીમાં જમા થયો
રાજકોટમાં એક વર્ષમાં 25.12 કરોડ રૂપિયા માસ્કના દંડ પેટે એક જ વર્ષમાં ઉઘરાવી લેવાયા છે. એટલે કે દરરોજ 6.88 લાખ રૂપિયાના દંડના કોરડા રાજકોટવાસીઓએ સહન કર્યા છે. બીજી તરફ અત્યારે રસીની ભયંકર તંગી સામે લોકો ઝઝૂમી રહ્યા છે. જેટલા રૂપિયા દંડ પેટે ઉઘરાવ્યા છે તેટલી કિંમતમાં રાજકોટની 18 વર્ષ કરતા વધુની 30 ટકા વસતીને રસીનો એક એક ડોઝ મળી જાય તેમ છે.

ખાનગી હોસ્પિટલને કોવિશિલ્ડ રસીનો એક ડોઝ 780માં અપાય છે અને તેના પર હોસ્પિટલ 150 રૂપિયા ચાર્જ વસૂલે છે. આરોગ્ય વિભાગ પણ 780 રૂપિયામાં એક ડોઝ ખરીદે છે તે માનીએ તો 25.12 કરોડ રૂપિયામાં 3.22 લાખ ડોઝ ખરીદી શકાય છે અને રસીની અછત દૂર કરી શકાય છે.

દંડ વસૂલવા કરતાં માસ્કનું વિતરણ કરો
છેલ્લા ઘણા સમયથી માસ્કનો દંડ વસૂલવામાં આવે છે. મોટાભાગના લોકો માસ્ક પહેરે જ છે. તેમ છતાં જો ભૂલી જાય તો દંડ ભરવાનો વારો આવે છે. ખરેખર માસ્કને આવકનું સાધન ન બનાવી દંડ વસૂલવાને બદલે માસ્કનું વિતરણ કરવું જોઈએ અથવા અડધાથી પણ અડધો દંડ જ વસૂલવો જોઈએ.- કપીલ પટેલ

લોકોની ચિંતા હોત તો બેડ ન ઘટ્યા હોત
દંડ માટે નહીં, પણ લોકો માસ્ક પહેરતા થાય તે માટે દંડ વસૂલવામાં આવે છે તેમ સરકાર અને તંત્ર કહે છે. જો લોકોની ચિંતા જ હોત તો બીજી લહેરમાં રાજકોટ સહિત રાજ્યમાં બેડ ન મળવાથી કે ઓક્સિજન ન મળવાથી લોકો મર્યા તે મર્યા ન હોત. જે સુવિધાની જરૂર છે તે આપતા નથી માત્ર દંડ વસૂલાય છે.-કલ્પેશ લાણિયા

એક હજારમાં 5 દિવસનું કરિયાણું આ‌વી જાય!

માસ્ક ન પહેરનાર પાસેથી વસૂલાતો દંડ કેટલો આકરો લાગે તે ગરીબ કે મધ્યમ વર્ગના પરિવારને પૂછો. એક હજારમાં તો 5 દિવસનું કરિયાણું આવી જાય. પોલીસ માટે એ દંડ હશે પરંતુ સામાન્ય લોકોનો પરસેવો છે એ પણ ન ભૂલવું જોઈએ. એક તરફ લોકોની રોજગારી છીનવાઈ રહી છે તો દંડ ક્યાંથી ભરશે? - વિરલ તળાવિયા

ક્યા શહેરમાં માસ્ક ભંગના કેટલા કેસ અને કેટલો દંડ
શહેરકેસદંડની રકમ રૂ.
અમદાવાદ6.63 લાખ53.21 કરોડ
રાજકોટ3.45 લાખ25.12 કરોડ
શહેરકેસદંડની રકમ રૂ.
સુરત3.31 લાખ22.94 કરોડ
વડોદરા1.87 લાખ15.58 કરોડ
અન્ય સમાચારો પણ છે...