તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રાત્રે 10.10થી કર્ફ્યૂનો કડક અમલ, 64 સામે કાર્યવાહી

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચૂંટણીને ધ્યાને રાખી રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રીના 12થી સવારના છ વાગ્યા સુધી અમલમાં મુકાયો હતો, પરંતુ કોરોનાની મહામારીએ ફરી ફૂંફાડો મારતા પોલીસ તંત્રને રાત્રી કર્ફ્યૂના સમયમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.પોલીસ તંત્ર દ્વારા બુધવારથી કર્ફ્યૂનો સમય રાત્રીના 10થી સવારના છ વાગ્યાનું અમલીકરણ કરાયું છે. ત્યારે બુધવારે રાત્રી કર્ફ્યૂના પહેલા જ દિવસે જ શહેરના વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂનો કડક અમલ કરાવવા માટે પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે.

જેને પગલે પોલીસે દસ વાગ્યે જ કર્ફ્યૂના સમયમાં કામ વગર બહાર નીકળતા લોકો સામે લાલ આંખ કરી છે. રાત્રી કર્ફ્યૂ શરૂ થયાના દસ જ મિનિટ બાદ જ પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જરૂરી કામ વગર બહાર નીકળેલા 64 લોકો સામે જાહેરનામાનો ભંગ કરવા અંગેનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ ઉપરંત રાત્રી કર્ફ્યુનું પાલન કરી લોકોને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઘરની બહાર નિકળવા પોલીસે અપિલ પણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો