ઘાતકી હત્યા:આટકોટમાં અજાણ્યા શખસોએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આધેડની હત્યા કરી, પત્ની સુરત ગઈ હોવાથી વાડીએ એકલા હતા

આટકોટ3 મહિનો પહેલા
વાડીમાં જ હત્યા (ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર)
  • લૂંટના ઇરાદે હત્યા થઈ હોવાની પ્રાથમિક તપાસમાં ખુલ્યું
  • ઘરનો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો

આટકોટમાં ગઢની પાછળ હનુમાનજી મંદિરની બાજુમાં આવેલી પાદરડી વાડી તરીકે ઓળખાતી વાડીમાં 50 વર્ષીય લાલજીભાઇ બાલાભાઇ ખોખરીયા નામના આધેડનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અજાણ્યા શખ્સોએ માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે. જોકે, હત્યા પાછળનું કારણ હજી સુધી અકબંધ છે. પત્ની સુરત ગઈ હોવાથી વાડીએ એકલા હતા અને ગત રાત્રે જ હત્યા થઇ હતી.

ઘરમાં સામાન વેર-વિખેર જોવા મળ્યો
લાલજીભાઇનો પુત્ર સુરત રહે છે અને પોતે અને તેમની પત્ની વાડીમાં જ રહેતા હતા. પરંતુ પત્ની સુરત દીકરાના ઘરે ગયા હતા. આથી તેઓ થોડા દિવસથી એકલા જ વાડીએ રહેતા હતા. અજાણ્યા શખસોએ લૂંટના ઇરાદે લાલજીભાઇની હત્યા કરી હોય તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કારણ કે, લાલજીભાઇના ઘરમાં બધો સામાન વેર-વિખેર જોવા મળ્યો હતો.

ઘટનાસ્થળે લોકોના ટોળા.
ઘટનાસ્થળે લોકોના ટોળા.

ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો દોડી આવ્યા
આ બનાવની જાણ થતા જિલ્લા એલ.સી.બી., ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો આટકોટ દોડી આવી આરોપીનું પગેરુ મેળવવા કામે લાગી ગયા છે. હાલ પોલીલે લાલજીભાઇનો મૃતદેહ પીએમ માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો.
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો.

લાલજીભાઇ હીરા ઘસવાની સાથે ખેતી કરતા
પરિવારજન દિનેશભાઇ ખોખરીયાએ જણાવ્યું હતું કે, હું સવારે આવ્યો હતો ત્યારે લાલજીભાઇનો મૃતદેહ બહાર જોયો એટલે મેં આટકોટનાં સરપંચ દેવશીભાઇને જાણ કરી હતી. આથી તેઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. લાલજીભાઇ હીરા ઘસતા અને ખેતીકામ પણ કરતા હતા. લાલજીભાઇને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.

(કરસન બામટા-દિપક રવિયા, જસદણ)

વાડીએ આવ્યો ત્યારે બેભાન મળ્યાવાડીએ આવ્યો ત્યારે બેભાન મળ્યા
દિનેશભાઈ ખોખરિયા નામની વ્યક્તિએ પોલીસને જણાવ્યું હતું કે, હું આજે સવારે 9-30 વાગ્યે શાકબકાલુ ઉતારવા વાડીએ આવ્યો હતો. ત્યારે પાછળ આંટો માર્યો અને જોયું તો લાલભાઈ ફળીયામાં બેભાન હાલતમાં પડ્યો હતો. મેં તુરંત ગામના સરપંચ દેવશીભાઈને વાત કરી અને તેમણે આટકોટ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી ગયો હતો અને આગળની તપાસ શરૂ કરી હતી.