• Home
  • Local
  • Gujarat
  • Rajkot
  • story of 1992s kar sevak Worked in a brick kiln in Ayodhya for Rs 50 a day, now battling cancer for 4 years now

1992ના કારસેવકની કહાણી / અયોધ્યામાં 5 દિવસ રોકાયા, મસ્જિદના ગુંબજ પર ચઢી ગયા , દેશ માટે પગાર જતો કર્યો, હવે 4 વર્ષથી કેન્સર સામે ઝઝૂમે છે

X

  • માતાપિતાને પગે લાગી એવું કહીને ગયા હતા કે, પાછો ન આવું તો ચિંતા ન કરતા યુદ્ધમાં જાઉં છું
  • વિશ્વ હિન્દુ પરિષદ કે સરકાર તરફથી હાલ મુસીબતની પળોમાં કોઇ સહાય મળી નથી
  • તબિયત સારી હોત તો અત્યારે અવશ્ય અયોધ્યા જાતઃ કારસેવક રાજેશભાઈ ટિલાળા

જીગ્નેશ કોટેચા

જીગ્નેશ કોટેચા

Aug 02, 2020, 06:05 PM IST

રાજકોટ. અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. ત્યારે 1992માં બાબરી ધ્વંસ વખતે ગુજરાતમાંથી અનેક કારસેવકો અયોધ્યા ગયા હતા. જેમાં રાજકોટના રાજેશભાઈ ટિલાળા પણ હતા અને તેઓ છેક મસ્જિદના ગુંબજ પર ચઢી ગયા હતા. કારસેવક રાજેશભાઈ તે ઐતિહાસિક ક્ષણોને યાદ કરતા ભાવવિભોર સ્વરે કહે છે કે, 1992માં હું અયોધ્યા ગયો હતો. મારી તબિયત સારી હોત તો અવશ્ય અયોધ્યા જાત. દુઃખની વાત એ છે કે રાજેશભાઈ છેલ્લા 4 વર્ષથી કેન્સર સામે જંગ લડી રહ્યા છે અને તેમને અફસોસ એ વાતનો છે કે તેમણે જેના આહ્વાન પર આટલો ભોગ આપ્યો તે વિશ્વ હિન્દુ પરિષદ કે ભાજપની સરકારે હાલની તેમની મુસીબતની પળોમાં કોઈ સહાય કરી નથી.

ત્રણ દિવસ રસ્તા પર સૂઇને વિતાવ્યા હતા
કારસેવક રાજેશભાઈ ટિલાળાએ divyabhaskarને જણાવ્યું છે કે, બાબરી મસ્જિદ ધ્વંસ વખતે હું અયોધ્યા ગયો હતો. અયોધ્યા પહોંચ્યો તે પછી કોઈ વ્યવસ્થા કે ઠેકાણા નહોતા. ત્રણ દિવસ સુધી હું રસ્તા પર સૂતો હતો. તંબુમાં રહીને રાત પસાર કરી હતી. અયોધ્યામાં મેં મારી નજરે મારામારી જોઈ હતી. ત્યારે હું અપરિણિત હતો. પાછા ફર્યા બાદ મારા લગ્ન થયા હતા અને હાલ મારે બે સંતાન છે. અત્યારે મારી ઉંમર 54 વર્ષની છે. ખાનગી કંપનીમાં હાલ હું પ્ચૂન તરીકે ફરજ બજાવી રહ્યો છું.

હાલ જે નાનુ મંદિર છે તેની ઇંટો મેં ઉપાડી હતી
રાજેશભાઈ વધુમાં જણાવે છે કે, તે સમયે માતા-પિતાને પગે લાગીને હું અયોધ્યા ગયો હતો અને કહ્યું હતું કે હું એક યુદ્ધમાં જઇ રહ્યો અને પાછો ન આવું તો તમે મારી રાહ જોતા નહીં. ઘરના સભ્યોએ મને ના પાડી હતી છતાં હું રાષ્ટ્ર માટે ગયો હતો. હું બાબરી મસ્જિદના ગુંબજ માથે ચડ્યો હતો અને તોડફોડ કરી હતી. હાલ જે નાનુ મંદિર બનાવવામાં આવ્યું છે તેમાં મેં ઇંટો ઉપાડી હતી. પાંચ દિવસ સુધી અમે લોકો ત્યાં રોકાયા હતા.

વખત નબળો હોવા છતાં કોઇ દિવસ લાંબો હાથ નથી કર્યો
બાબરી મસ્જિદ ધ્વંસ વખતે અમે લોકો ગયા હતા તેમાં મને કોઇ મદદ મળી નથી. અત્યારે મારો વખત નબળો છે તો પણ વિશ્વ હિન્દુ પરિષદ કે સરકાર તરફથી કોઇ સહાય મળી નથી કે કોઇ પણ પ્રકારનો હજી સુધી ફોન પણ નથી આવ્યો. મોદીએ હિન્દુઓનો સંકલ્પ સાકાર કરી બતાવ્યો છે. આ વખતે રામમંદિરનું નિર્માણ થશે. મારી તબિયત સારી હોત તો અવશ્ય જાત પરંતુ કેન્સર સામેની લડાઈ લડી રહ્યો છું અને પરિવારનું ગુજરાન માંડ માંડ ચલાવી રહ્યો છું. મને કોઈ પાસેથી અપેક્ષા પણ નથી. જરૂરિયાત હોવા છતાં કોઇ દિવસ લાંબો હાથ નથી કર્યો.

રાજેશભાઈમાં જબરો ઉત્સાહ હતોઃ કારસેવકના મિત્ર
રાજેશભાઈ કેન્સર પીડિત હોવાથી સરખુ બોલી શકતા નથી. આથી તેમના મિત્ર વિનોદભાઈએ જણાવ્યું હતું કે, અયોધ્યા કારસેવક તરીકે તેઓ ગયા હતા. રાજકોટ રેલવે સ્ટેશન પર હું તેમને મૂકવા ગયો હતો ત્યારે તો તેમનામાં જબરદસ્ત ઉત્સાહ હતો. તેમનું કહેવું હતું કે, અમે રાષ્ટ્ર માટે, મંદિર માટે કંઈક કામ કરવા માટે જઇએ છીએ. સાથે ડોક્ટર કલ્યાણજી, ગિરીશભાઇ ભટ્ટ જેવા આગેવાનો પણ હતા. તે લોકોની લીડરશીપમાં તેઓ અયોધ્યા સુધી ગયા હતા.

બાળપણથી જ રાષ્ટ્ર માટે કંઇક કરી બતાવવાની ભાવના હતી
વિનોદભાઈએ જણાવ્યું હતું કે, અયોધ્યામાં પણ ત્યારની સ્થિતિ એવી હતી કે આમાં પાછા આવીએ કે ન પણ આવીએ. રાજેશભાઇ તેના માતા-પિતાની આજ્ઞા લઇ રાષ્ટ્ર માટે નીકળી પડ્યા હતા. અયોધ્યામાં રામ મંદિર બને તેવા ઉત્સાહ સાથે લોકો જતા હતા. આવી સ્થિતિમાં રાજેશભાઇ પણ નીકળ્યા હતા. ગુંબજ સુધીના જે પડકારો હતા તે પાડવામા આવ્યું. રાજેશભાઇ કારસેવક તરીકે સારૂ કામ કર્યું. બાળપણથી તેઓ રાષ્ટ્ર સેવક તરીકે કામ કરી રહ્યાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી