તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીપ્રશ્ન હલ:આજથી આજીમાં નર્મદા નીર ઠાલવવાનું બંધ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આજી 1માં કુલ 550 MCFT પાણી ઠલવાયું ગોંડલનો વેરી ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ભરાયો

ચોમાસા પૂર્વે કોઈ જ પાણીની તકલીફ ન પડે તે માટે સૌની યોજના હેઠળ માંગ આધારે પાણી વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા આજી 1 માં કુલ 550 એમસીએફટી પાણી ઠાલવવામાં આવ્યું છે, જે આગામી 31 ઓગસ્ટ સુધી ચાલી શકશે. બીજી તરફ ગોંડલના વેરી ડેમને પણ ક્રેસ્ટ લેવલ સુધી ભરી દેવામાં આવ્યો છે.

સિંચાઈ વિભાગ દ્વારા મળતી વિગતો મુજબ ચોમાસા પહેલા કોઈ પણ ગામને પીવાના પાણી અને સિંચાઈના ઉપયોગમાં લેવાતા પાણીની અછત ઊભી ન થાય તે માટે તમામ જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યા છે.

આજી 1 ડેમ 940 એમસીએફટીએ પૂર્ણ ભરાઈ જતો હોય છે. જ્યારે હાલ આવતીકાલ સુધીમાં 50 એમસીએફટી પાણી ઠાલવી કુલ 600 સુધી પહોંચાડવામાં આવશે. બીજી તરફ સિંચાઈ વિભાગ દ્વારા સૌની યોજના હેઠળ લિંક 1માં પણ માગણી આધારે પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મચ્છુ 1 માંથી પ્રતિ દિવસ 24 એમસીએફટી પાણી 2 પંપ મારફતે લઇ મોરબી, ટંકારા તથા પડધરીના ચેકડેમો અને તળાવોને ભરવામાં આવશે. જેથી મોરબી જિલ્લામાં પાણી પ્રશ્ન લોકોને સહેજ પણ ન સતાવે. હાલ સરકાર દ્વારા ચેકડેમોના સમારકામ પણ શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો