તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ શહેરમાં ત્રણ-ત્રણ વ્યક્તિની પથ્થરના ઘા ઝીંકી હત્યા કરનાર સ્ટોનકિલર હિતેષ રામાવતે સોમવારે રાત્રે જેલમાં દવાના વધુ પડતાં ટીકડાં ખાઇ લીધા હતા, જ્યારે અન્ય એક કેદીએ દીવાલ સાથે માથું અફડાવી પોતાને ઇજા કરી હતી, બંનેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્ટોનકિલર સતત ઝઘડા કરતો હોવાથી પોતે કૃત્ય આચર્યાનું કેદીએ રટણ રટ્યું હતું. તેની સાથે જ જેલમાં રહેલા ભચાઉના હરિશ્ચંદ્રસિંહ બળવંતસિંહ વાઘેલાએ પણ જેલની દીવાલ સાથે પોતાનું માથું અથડાવી ઇજા પહોંચાડી હતી.
જેલ સ્ટાફે બંનેને રાત્રે જ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટોનકિલર બેભાન હોય તેની પૂછપરછ થઇ શકી નહોતી જ્યારે કેદી હરિશ્ચંદ્રસિંહ વાઘેલાએ નિવેદન આપવાનો ઇનકાર કરી દીધો હતો. સ્ટોનકિલર ભાનમાં આવ્યા બાદ તેની પૂછપરછ થયે સાચું કારણ બહાર આવશે તેવું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે સંજય નામના એક કેદીને પણ બીમારી સબબ રાત્રે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.