તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટોન કિલરનો આતંક:રાજકોટ જેલમાં સ્ટોન કિલર સાથી કેદીને હેરાન કરતો, ડરથી દવા પીને આત્મહત્યાનું નાટક રચ્યું, સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટોન કિલર હિતેશ રામાવત - Divya Bhaskar
સ્ટોન કિલર હિતેશ રામાવત
  • સ્ટોન કિલર સાથી કેદીને હેરાન કરતો હોવાથી કેદીએ માથા પછાડી ઈજા પહોંચાડી

રાજકોટ જેલમાં સ્ટોન કિલરે આતંક મચાવ્યો હતો. સ્ટોન કિલર હિતેશ રામાવતે જલમાં બંધ ભુજના સાથી કેદીને હેરાન પરેશાન કરતો હતો. ત્યારે ફરિયાદ કરશે તેવા ડરથી એક કરતા વધુ દવા પીને આત્મહત્યા કરવાનું નાટક રચ્યું હતું. જેથી તંત્ર દ્વારા સ્ટોન કિલર હિતેશ રામાવત અને તેના સાથી કેદીને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્ટોન કિલરે એક કરતા વધુ દવા પીને આત્મહત્યાનુ નાટક કર્યું
સ્ટોન કિલર જેલમાં બંધ ભુજના સાથી કેદીને વારંવાર હેરાન કરતો હતો. જેથી સાથી કેદી માથા પછાડી ઈજા પહોંચાડી હતી. જે બાદ ભુજનો કેદી પોલીસ ફરિયાદ કરશે તેવા ડરથી પોતે પણ એક કરતાં વધુ દવા પી લીધી હતી અને આત્મહત્યાનું નાટક કર્યું હતું. હાલ તો સ્ટોન કિલર હિતેશ રામાવત અને ભુજના સાથી કેદીને સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.

સ્ટોન કિલરે પથ્થર મારી 3 લોકોની હત્યા કરી હતી
રાજકોટમાં 3-3 હત્યાને અંજામ આપનાર સ્ટોન કિલરને જામનગનાર બેડેશ્વર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. જે બાદ હત્યાના ગુનામાં આરોપીને જેલમાં ધકેલવામાં આવ્યો હતો. મહત્વનું છે કે વર્ષ 2001માં તેનાં મોટાભાઈ જયેશનાં લગ્ન થયા હતા. ત્યારે તેનાં વર્તન વ્યવહાર સારા ન હોવાથી તેને ઘરમાંથી કાઢી મુક્યો હતો. તે પછી તે રખડતું જીવન ગુજારતો હતો. બાળપણમાં જ અત્યાચારનો શિકાર બન્યો હોવાથી રખડુ જીવન ગુજારતો હિતેશ ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલાયો અને સ્ટોન કિલર સુધી પહોંચી ગયો. હિતેશે 3-3 હત્યા કર્યા બાદ પૈસાની લૂંટ ચલાવતો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો