તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ભિસ્તીવાડના નામચીન હકુભાના પુત્રનો PSI પર પથ્થરથી હુમલો

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુવાડવામાં અન્ય આરોપીના સગડ હતા, પણ મળ્યો ફરાર મુસ્તફા

શહેરના ભિસ્તીવાડના નામચીન ગુનેગારના ફરાર પુત્રએ કુવાડવા ચોકડી પાસે પોલીસ ટીમ પર હુમલો કરતા પીએસઆઇને ઇજા થઇ હતી. બાદમાં પોલીસે ફરાર આરોપીને સકંજામાં લીધો છે. પ્રદ્યુમ્નનગર પોલીસમથકના પીઆઇ એલ.એલ.ચાવડાએ આપેલી માહિતી મુજબ, અમારા પોલીસમથકના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી કુવાડવા ચોકડીએ હોવાની માહિતી મળી હતી. જેથી પીએસઆઇ કે.ડી.પટેલ સહિતની ટીમ કુવાડવા ચોકડી દોડી ગઇ હતી. કુવાડવા ચોકડી પહોંચતા જે માહિતી મળી હતી. તે આરોપી તો નજરે પડ્યો ન હતો, પરંતુ પ્રદ્યુમ્નનગર પોલીસમથકના ધમકીના ગુનામાં આગોતરા જામીન મેળવ્યા બાદ પોલીસમાં હાજર ન થતો ભિસ્તીવાડના નામચીન હકુભાનો પુત્ર મુસ્તફા ખીયાણી અને માજીદ રફિક ભાણુ મળી આવતા બંનેને અટકાવતા ઝપાઝપી કરી ભાગ્યા હતા.

જેથી બંને શખ્સનો પીછો કરતા મુસ્તફાએ પથ્થરોના ઘા કરી હુમલો કર્યો હતો. જેમાં પીએસઆઇ પટેલને પથ્થર માથામાં વાગતા ઇજા થઇ હતી. તેમ છતાં પીએસઆઇ અને તેમની સાથેના સ્ટાફે પીછો કરી બંનેને પકડી પાડ્યા હતા. માથામાં ઇજા થવાને કારણે પીએસઆઇ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એમ.સી.વાળા સહિતનો કાફલો પણ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્ત પીએસઆઇ પટેલની ફરિયાદ પરથી મુસ્તફા ખીયાણી અને માજીદ ભાણુ સામે આઇપીસી 332, 186, 337, 114ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો