તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:રાજકોટમાં ટ્રાવેલ્સ સંચાલકના બંધ મકાનમાં 25.21 લાખની ચોરી, પોલીસે ગણતરી કલાકોમાં 3 શખ્સને પકડી પૂછપરછ હાથ ધરી

રાજકોટ12 દિવસ પહેલા
સામાન વેરવિખેર કરી નાખ્યો.
  • સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શખ્સને પકડી પૂછપરછ કરતા ચોરી કર્યાની કબૂલાત આપી

રાજકોટમાં નાઇટ કર્ફ્યૂમાં તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે. ત્યારે શહરેના મવડી હેડ ક્વાર્ટર પાસે ગૌતમ પાર્કમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલકના બંધ મકાનમાં 25.21 લાખની ચોરી થઇ હતી. જોકે તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ ત્રણ શખ્સને પકડી પૂછપરછ હાથ ધરી છે. તસ્કરોએ 4.30 લાખ રોકડ અને દાગીના મળી 25.21 લાખની ચોરી કરી હતી.

બંધ મકાન જોઇ તસ્કરો ત્રાટક્યા
શહેરના ગૌતમપાર્કમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મગનભાઇ ચતુરભાઇ જાદવ ગત 29 એપ્રિલના રોજ સાયલાના સુદામડા ગામે રહેતા તેના મામાનું અવસાન થયું હોય પરિવારજનો સાથે લૌકિક ક્રીયાએ ગયા હતા. દરમિયાન 1 મેના રોજ તેમના પત્ની પણ ઘરે તાળા મારી સુદામડા ગામે ગયા હતા. તેનો પુત્ર અને પુત્રવધૂ પંચરત્ન પાર્કમાં આવેલા તેના નવા મકાને હતા. ગઇકાલે બંધ મકાને આંટો મારવા આવ્યા ત્યારે મકાનના તાળા તૂટેલા જોયા હતા. અંદર જોતા સામાન વેરવિખેર અને તીજોરી તૂટેલી જોતા ચોરી થઇ હોવાની ખબર પડતા તેણે તાકીદે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ દોડી આવી હતી.

સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શખ્સને પકડ્યા
પોલીસે તપાસ કરતા મકાનમાંથી રૂ.4.30 લાખની રોકડ તેમજ તીજોરીના તાળા તોડી તેમાંથી સોનાનો ચેઇન પેડલ સાથે, સોનાની માળા, સોનાનું લોકેટ, સોનાનું કડુ, સોનાનો મોતીવાળો દોરો, બંગડી, બુટી, પાટલા, ચાંદીના સડા સહિત રૂ. 25.21 લાખની મતા ચોરી થયાનું બહાર આવતા પોલીસે મગનભાઇ જાદવની ફરિયાદ દાખલ કરી તપાસનો શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શખ્સને પકડી પૂછપરછ કરતા ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે મુદ્દામાલ કબ્જે કરવા તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો