આરોપીઓ ઝડપાયા:રાજકોટમાં બે શખ્સે બે એક્ટિવાની ચોરી કરી, બંનેની પોકેટકોપ એપની મદદથી ધરપકડ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
બંને શખ્સને ઝડપી લેવાયા. - Divya Bhaskar
બંને શખ્સને ઝડપી લેવાયા.
  • ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે 50 હજાર અને 45 હજારના કિંમતના બે ચોરાઉ એક્ટિવા સાથે બંનેને પકડ્યા

રાજકોટમાં પોકેટકોપ એપની મદદથી બે શખ્સોએ બે એક્ટિવાની ચોરી કરી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસ અને ક્રાઈમ બ્રાંચે બંને શખ્સો પકડી પાડ્યા છે. પોલીસ પૂછપરછમાં બંને શખ્સોએ પોકેટકોપ એપની મદદથી એક્ટિવાની ચોરી કરી હતી.

ગાંધીગ્રામ પોલીસે 50 હજારની કિંમતના એક્ટિવા સાથે એક શખ્સને પકડી પાડ્યો
શહેરના રૈયાધાર સ્લમ ક્વાટર્સ શાંતિનગર ગેઇટ પાસેથી ગાંધીગ્રામ પોલીસે રિક્ષા ડ્રાઈવર દશરથ ઉર્ફે દસ્તો ગભુભાઈ જોગરાણાને 50 હજારની કિમંતના જીજે 03 એમ.એ. 3701 નંબરના એક્ટિવા સાથે પકડી લીધો હતો. દશરથે આ એક્ટિવા બે દિવસ પૂર્વે મવડી પ્લોટ નજીકથી ચોરી કર્યાનું કબુલ્યું હતું.

બંને આરોપી પાસેથી ચોરાઉ એક્ટિવા કબ્જે કર્યા.
બંને આરોપી પાસેથી ચોરાઉ એક્ટિવા કબ્જે કર્યા.

ક્રાઈમ બ્રાન્ચે 45 હજારના કિંમતના ચોરાઉ એક્ટિવા સાથે બીજા શખ્સને ઝડપ્યો
બીજા બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે રણછોડનગર શેરી નંબર 29 સદગુરુ જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા પ્રશાંત રમેશભાઈ પાંભરને જીજે 03 જે.એમ 3761 નંબરના 45 હજારની કિંમતના ચોરાઉ એક્ટિવા સાથે પકડી પાડ્યો હતો. બન્ને શખ્સોએ ચોરી માટે પોકેટકોપ એપની મદદ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...