તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવેશ પ્રકિયા:ધો. 9થી 12માં પ્રવેશથી વંચિત વિદ્યાર્થી 28મી સુધી સ્કૂલમાં પ્રવેશ લઇ શકશે

રાજકોટ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કરી વિદ્યાર્થીઓને છેલ્લી તક આપી

ધોરણ 9થી 12ના શાળા પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડે છેલ્લી તક આપી છે. અગાઉ 31 જાન્યુઆરી સુધીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા છૂટ અપાઈ હતી હજુ કેટલાક સ્થળાંતર કરી ગયેલા લોકોના સંતાનો શાળામાં પ્રવેશથી વંચિત રહી ગયાની શિક્ષણ બોર્ડમાં રજૂઆતો થઇ હતી જેના પગલે હવે તારીખ 28 ફેબ્રુઆરી સુધીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવવા છૂટ આપવામાં આવી છે.

રાજ્યમાં કોવિડ-19ની પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે કેટલાક લોકો સ્થળાંતર કરી રહ્યા હતા જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવવાથી વંચિત રહી ગયા હતા જે બાબતને ધ્યાનમાં રાખીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શાળામાં 31 જાન્યુઆરી 2021 સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો, પરંતુ શિક્ષણબોર્ડને મળેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને તારીખ 28 ફેબ્રુઆરી સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજૂરીથી શાળામાં પ્રવેશ મેળવી શકાશે.

કોવિડ-19ની પરિસ્થિતિને કારણે પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અંગે પાંચ વખત મુદ્દત લંબાવવામાં આવી હોય તેમજ પ્રવેશની કામગીરી શાળા કક્ષાએ પણ પૂર્ણ થઇ ગઈ હોવાની બાબત ધ્યાને લેતા પ્રવેશ માટેની તારીખ હવે પછી લંબાવવામાં આવશે નહીં. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓના હિતમાં આ છેલ્લી તક આપવામાં આવી હોવાનું શિક્ષણ બોર્ડના પરિપત્રમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો