તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલ આજથી શરૂ:ધો. 6થી 8ના 1.35 લાખમાંથી 43 હજાર વાલીએ જ સ્કૂલે જવાની સંમતિ આપી

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શિક્ષકો ચૂંટણી ફરજમાં હોવાથી ભણાવી નહીં શકે
 • 8 હજાર શિક્ષકો ચૂંટણી કાર્યમાં : શાળાઓ સોમવારથી નિયમિત થશે

રાજકોટ સહિત રાજ્યભરમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કર્યા બાદ હવે 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ની શાળાઓ પણ શરૂ કરવા સરકારે મંજૂરી આપી દીધી છે અને નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લાની દરેક શાળાઓમાં વિદ્યાર્થી પાસેથી વાલીનું સંમતિ પત્ર મગાવવામાં આવી રહ્યું છે. સંમતિ પત્ર હશે તે જ વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ અપાશે. જિલ્લામાં ધોરણ 6થી 8ના 1.35 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે જેમાંથી માત્ર 43 હજાર વિદ્યાર્થીઓના વાલીએ સ્કૂલે જવાની સંમતિ આપી છે એટલે કે હજુ 58% વાલી બાળકને સ્કૂલે મોકલવા સહમત નથી.

આ ઉપરાંત સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગુરુવારથી શાળાઓ તો શરૂ થશે પરંતુ મોટાભાગની શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવી નહીં શકે. કારણ કે, જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક સહિતની શાળાઓના 8000 જેટલા શિક્ષકને ચૂંટણી કામગીરીના ઓર્ડર અપાયા છે જેથી આજથી 21મી સુધી શિક્ષકો ચૂંટણી ટ્રેનિંગ સહિતની કામગીરીમાં વ્યસ્ત રહેશે. તેમજ શહેરની અનેક શાળાઓ પણ મતદાન મથક તરીકે ઉપયોગમાં લઇ લેવામાં આવી છે

જેના કારણે હવે દરેક શાળાઓ સોમવારથી જ નિયમિત શરૂ થશે. જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ કૈલાએ જણાવ્યું છે કે, કોવિડની ગાઈડલાઈન પ્રમાણે શાળામાં એક બેચમાં એક વિદ્યાર્થીને બેસાડવાના રહેશે. જો એક કલાસમાં 20થી વધુ વિદ્યાર્થી હોય તો અલગ-અલગ શિફ્ટમાં શાળા ચલાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો