તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારને અનુરોધ:ધો. 9થી 12ની શાળા શરૂ કરવા શાળા સંચાલક મંડળની માંગણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોલ, સિનેમા ખુલ્યા બાદ શાળાને મંજૂરી આપો

તાજેતરમાં સરકારની કોર કમિટીની મળેલી મીટિંગમાં જે રીતે ટયુશન કલાસીસ અને ધાર્મિક સ્થળો સહિતના અનેક વાણિજ્ય વ્યવસાયોને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, તે અનુસાર ધોરણ 9 થી 12ની તમામ શાળાઓને પણ ફરી શરૂ કરવા મંજૂરી આપવામાં આવે તે માટે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સરકારને અનુરોધ કર્યો છે.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરેલ તે રીતે જયારે હવે કોરોના કાબૂમાં આવ્યો છે ત્યારે પ્રથમ તબક્કામાં સરકારે ધોરણ 9 થી 12ની શાળાઓને ફરી શરૂ કરવાની મંજૂરી આપવી જોઇએ તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...