કરૂણાંતિકા:રાજકોટમાં માસીના ઘરે વડોદરાથી વેકેશન માણવા આવેલી ધો.9ની વિદ્યાર્થિની અકસ્માતે 7માં માળેથી પટકાતા મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો. - Divya Bhaskar
મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો.
  • મૃતક વિદ્યાર્થિની માતા-પિતાની એકની એક દીકરી હતી

રાજકોટમાં માસીના ઘરે વડોદરાથી વેકેશન માણવા આવેલી ધો.9ની વિદ્યાર્થિની અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. જોકે ગંભીર રીતે ઘવાયેલી તરુણીને સારવર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી
વડોદરા રહેતી અને હાલ રાજકોટમાં રૈયાધાર શાંતિનગરમાં રહેતા માસી અંજલીબેનના ઘરે આવેલી ધ્વનિ ચંદ્રેશભાઇ મકવાણા (ઉં.વ.14) ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યા આસપાસ અકસ્માતે સાતમા માળેથી નીચે પટકાઈ હતી. ધ્વનિને ગંભીર ઈજા પહોંચતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા જ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બાદમાં બનાવ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી ધ્વનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

ધ્વની માસીના ઘરે પેટી પર ચડીને નીચે જોવા ગઇ અને પટકાઇ
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ધ્વનિ તેના માતા-પિતાની એકની એક પુત્રી હતી અને ધો.9માં અભ્યાસ કરતી હતી. હાલ ઉનાળાનું વેકેશન હોવાથી ધ્વનિ રાજકોટમાં રહેતા માસી અંજલીબેનના ઘરે વેકેશન ગાળવા આવી હતી. દરમિયાન માસીના ઘરે પેટી ઉપર ચડીને નીચે જોવા જતા અકસ્માતે સાતમા માળેથી પટકાતાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે નોંધ કરી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...