રાજકોટ ક્રાઈમ ન્યુઝ:ધો.9ની વિદ્યાર્થિનીએ યુવાન સાથે સેલ્ફી લીધી, માતાએ ફોટો નિહાળી ઠપકો આપ્યો તો સગીરાએ ગળેફાંસો ખાધો, સારવાર હેઠળ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વીંછિયાના ખારચિયા ગામેથી વિસ્ફોટક જીલેટીન સ્ટીકના જથ્થા સાથે રાજસ્થાની શખ્સ ઝબ્બે
  • બે વર્ષથી નાસતી ફરતી મહિલા ડ્રગ્સ પેડલર હીરી સમાની રાજકોટ પોલીસે ધરપકડ કરી

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી ધો.9ની છાત્રા સાથે યુવાને સેલ્ફી લીધા બાદ સગીરાના મોબાઈલમાં ફોટો વ્હોટ્સએપ કર્યો હતો. જે ફોટો સગીરાની માતા જોઇ જતાં તેણે પૂત્રીને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતાં પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેના પગલે સગીરાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સગીરાને બે શુધ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ તાલુકા પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

વિસ્ફોટ જીલેટીન સ્ટીકના જથ્થા સાથે રાજસ્થાની શખ્સ ઝબ્બે
વિસ્ફોટ જીલેટીન સ્ટીકના જથ્થા સાથે રાજસ્થાની શખ્સ ઝબ્બે

ગોવિંદ મરાઠાએ મોબાઈલ નંબર લીધો હતો
પ્રાથમિક પૂછપરછમાં ધો.9માં અભ્યાસ કરતી સગીરા આવાસ ક્વાર્ટરની લિફ્ટમાં આવતી હતી ત્યારે ગોવિંદ મરાઠાએ તેણીનો મોબાઈલ નંબર લીધો હતો અને સગીરા સાથે સેલ્ફી લીધી હતી જે ફોટો ગોવિંદ મરાઠાએ સગીરાના વ્હોટસઅપમાં સેન્ડ કર્યો હતો. જે ફોટો સગીરાની માતા જોઈ જતાં તેણે આ બાબતે પુત્રીને ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠુ લાગી આવતાં સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા ડ્રગ્સ પેડલર હીરી સમાની ધરપકડ
મહિલા ડ્રગ્સ પેડલર હીરી સમાની ધરપકડ

બે વર્ષથી નાસતી ફરતી મહિલા ડ્રગ્સ પેડલર ઝડપાઈ
રાજકોટ શહેરમાં લાંબા સમયથી સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલા NDPSના ગુનામાં નાસતી ફરતી મહિલા પેડલર હીરી ઉર્ફે હિરકી ઉર્ફે રૂબીના સમાની SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2020માં આરોપી હીરી વિરુદ્ધ સુરેન્દ્રનગરના પાણસીણા પોલીસ સ્ટેશનમાં જથ્થાબંધ ગાંજાના જથ્થામાં નામ ખુલતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આજે બે વર્ષ બાદ રાજકોટ SOG પોલીસે આરોપીની ધરપકડ કરી આગળ કાર્યવાહી માટે સુરેન્દ્રનગર પોલીસને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

વિસ્ફોટ જીલેટીન સ્ટીકના જથ્થા સાથે રાજસ્થાની શખ્સ ઝબ્બે
વિછીયા તાલુકાના ખારચીયા ગામની સીમમાંથી ગ્રામ્ય SOGની ટીમે બાતીના આધારે વિસ્ફોટક જથ્થા સાથે રાજસ્થાની શખ્સને ઝડપી પાડી તેની પાસેથી 149 જીલેટીન સ્ટીક અને 19 ડીટોનેટર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.શ્રવણ નામનો રાજસ્થાની શખ્સ તેની ઝૂપડીમાં ગેરકાયદે વિસ્ફોટકો રાખેલો હોય જે બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી આરોપી શ્રવણસીંગ રામસીંગ રાવતને ઝડપી પાડી તેની પાસેથી જીલેટીન સ્ટીક નં. 149 તથા ડીટોનેટર નં.19 કબ્જે કરી આરોપી વિરૂદ્ધ વિછીયા પોલીસ મથકમાં એકસપ્લોઝીવ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંજાના આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એકટ હેઠળ દરખાસ્‍ત કરાઈ
ગાંજાના જથ્‍થા સાથે પકડાયેલા સલીમ સીદીકભાઇ સમા (ઉ.વ. 52) વિરૂધ્‍ધ પી.આઇ.ટી. એન.ડી.પી.એસ. એકટ હેઠળ દરખાસ્‍ત કરવામાં આવતા રેન્‍જ આઇજી સંદીપસિંહ તથા એસ.પી. જયપાલસિંહ રાઠોડે વોરંટ ઇશ્‍યુ કરતા રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. એસ. એમ. જાડેજા, પી.એસ.આઇ. એચ. એમ. રાણા, એ. એસ. આઇ. પરવેઝભાઇ, વિજયભાઇ, ઉપેન્‍દ્રસિંહ હેડ કોન્‍સ. જયવિરસિંહ, અમીતભાઇ, અતુલભાઇ, હિતેશભાઇ, રણજીતભાઇ, વિજયગીરી તથા દિલીપસિંહ સહિતે સલીમ સીદીકભાઇ સમાની અટકાયત કરી વોરંટની બજવણી કરવામાં આવી હતી.

ચાર જીલ્લામાંથી હદપાર કરાયેલો શખ્‍સ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ઝડપાયો
ચાર જીલ્લામાંથી હદપાર કરાયેલો શખ્‍સ ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી ઝડપાયો

4 જિલ્લામાં હદપાર કરાયેલો શખ્‍સ ઝડપાયો
ગાંધીગ્રામ વિસ્‍તારમાંથી તેમજ અન્‍ય ચાર જીલ્લામાંથી હદપાર કરાયેલો શખ્‍સ ગાંધીગ્રામ વિસ્‍તારમાં આવ્‍યો હોવાની બાતમી કોન્‍સ. વનરાજભાઇ તથા ગોપાલભાઇને મળતા ગાંધીગ્રામ કિસ્‍મતનગર શેરી નં. 5 માંથી યશવંતસિંહ ઉર્ફે લાલો ખેંગારસિંહ પરમાર (ઉ.વ.31) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આ કામગીરી પી.આઇ. જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. જે. જી. રાણા સહિતના સ્‍ટાફ દ્વારા કરવામાં આવી હતી.

હેરોઇન સાથે પકડેલા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટ એસ.ઓ.જી દ્વારા ગઇકાલે મેફેડ્રોન અને હેરોઇન સાથે પકડેલા આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આરોપી ડ્રગ રાજસ્થાન થી લાવ્યો હોવાની કબૂલાત આપતા આરોપીને તપાસ અર્થે ટીમ રાજસ્થાન રવાના કરવામાં આવી.

મવડી ચોકડી પાસે પરિણીતાએ ઝેરી દવા પીધી
શહેરના મવડી ચોકડી પાસે આકાશદીપ સોસાયટીમાં રહેતી 21 વર્ષની પરિણીતાએ ઘંઉમાં નાખવાના ઝેરી પાવડર પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં ઝેરી દવા પી લેનાર પરિણીતાએ એક વર્ષ પૂર્વે જ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ પત્નીને ત્રાસ આપતો હોવાથી તેણીએ પતિના ત્રાસથી કંટાળી જઈ ઝેરી પાવડર પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...