એજ્યુકેશન:ધો.10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 26મી સુધી ભરી શકાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 27મી ડિસેમ્બર બાદ લેટ ફી ભરવી પડશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી માર્ચ-2022માં લેવાનારી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો ભરવાની છેલ્લી તારીખ અગાઉ 21 ડિસેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ મંગળવારે શિક્ષણ બોર્ડ દ્વારા મુદ્દત વધારી 26 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હજુ આવતા રવિવાર સુધી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરી શકશે. ત્યારબાદ 27મીથી લેટ ફી સાથે પણ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. આ વર્ષે હજુ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભર્યાં છે. હજી ત્રણેક લાખની આસપાસ ફોર્મ ભરાય તેવી શક્યતાઓ છે.

ગુજરાત બોર્ડમાં ધોરણ 10ની બોર્ડમાં હવે 26 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફોર્મ અને ફી ભરવાની મુદ્ત રાખવામાં આવી છે. 27 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેટ ફી ભરીને ફોર્મ ભરી શકશે. પ્રથમ તબક્કો 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધીનો હશે. જેમાં 250 રૂપિયા લેટ ફી, બીજો તબક્કો 1 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી જેમાં 300 રૂપિયા લેટ ફી અને ત્રીજો તબક્કો 11 થી 20 જાન્યુઆરી સુધી રહેશે. જેમાં 350 લેટ ફી ભરવાની રહેશે.

ગત વર્ષે કોરોનાના કેસોમાં મોટો વધારો થવાથી પરીક્ષાની તારીખ લંબાવવામાં આવી હતી. ત્યાર બાદ બીજી લહેર શરૂ થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા પણ આ વર્ષે પરીક્ષા માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. જેથી તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એકસાથે લઇ શકાય. પરીક્ષામાં આ વખતે પણ કોરોના ગાઈડલાઈનનું ખાસ પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...