તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:રાજકોટમાં મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, 14 આરોપીની ધરપકડ

રાજકોટ2 મહિનો પહેલા
મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું 
  • પોલીસે 7 લાખ 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
  • અંકલેશ્વરની LYKA LABS Limited કંપનીમાં નોકરી કરતા હતા આરોપી
  • કંપનીમાંથી ઇન્જેક્શન અને પેકિંગ મટીરીયલ્સની ચોરી કરી ઉંચી કિંમતે કાળા બજારમાં વેચતા હોવાનું આવ્યું સામે

રાજકોટમાં એક તરફ કોરોનાની વૈશ્વિક મહામારી સામે લડવા આરોગ્ય તંત્ર તનતોડ મહેનત કરી કરી રહ્યું છે. બીજી તરફ આ મહામારીના સમયમાં કાળાબજારીયાઓ બેફામ બન્યા છે. રાજકોટમાં રેમડેસિવિર બાદ મ્યુકોરમાયકોસિસ સારવાર માં વપરાતા એમફોટેરીસીન બી ઇન્જેક્શન ની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે જેમાં રાજકોટ SOG પોલીસે સુરતના મુખ્ય આરોપી હાર્દિક પટેલ સહિત 14 આરોપીની ધરપકડ કરી 4,23,467 કિંમતના 101 ઇન્જેક્શન કબજે કરી કુલ 7 લાખ 40 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું
મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

પોલીસે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી
રાજકોટ શહેર SOG પોલીસને બાતમી મળી હતી જેમાં રૈયા રોડ પર સેલ્સ હોસ્પિટલ નજીક મેહુલ કટેસીયા નામનો વ્યક્તિ મ્યુકોરમાયકોસિસ સારવાર માટે વપરાતા એમફોટેરીસીન બી ઇન્જેક્શન જેની મૂળ કિંમત રૂપિયા 345 છે જેના બદલે રૂપિયા 6500 વસૂલી કાળાબજારી કરતા હતા જે આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી આરોપીની ધરપકડ કરી બે ઇન્જેક્શન કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સીલપેક બોટલો મેળવી સ્ટીકર ચોટાડી કૌભાંડ આચરતા હતા
સીલપેક બોટલો મેળવી સ્ટીકર ચોટાડી કૌભાંડ આચરતા હતા

મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા
ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાનું સામે આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી સુરતનો હાર્દિક પટેલ હોવાનું સામે આવતા હાર્દિક પટેલ સહિત 14 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી મોટાભાગના આરોપીઓ મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

શુભમ રામપ્રશાદ તીવારી નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે
શુભમ રામપ્રશાદ તીવારી નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે

અંકલેશ્વરની LYKA LABS Limited કંપનીમાં નોકરી કરતા હતા આરોપી
શુભમ રામપ્રશાદ તીવારી નામનો આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અંકલેશ્વરની લાયકા લેબ્સ લિમિટેડ કંપનીમાં સ્ટોર ઇન્જચાર્જ તરીકે નોકરી કરતો હોય અને સ્ટોર માંથી સ્ટીકર, પેકીંગ મટીરીયલની ચોરી કરી વિશ્વાસ પાવરા નામના આરોપી પાસેથી લીપોસોમલ એમફોટેરીસીન બી નામના ઇન્જેક્શન સીલપેક બોટલો મેળવી સ્ટીકર ચોટાડી પેકીંગ કરી અભીષેક નામના આરોપી સાથે મળી હાર્દિકને રૂપિયા 4500 માં વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનિય છે કે હાર્દિક પટેલ મૂળ સુરતનો રહેવાસી છે અને તે પોતે અંકલેશ્વરની જે.બી.કેમિકલ કંપનીમાં નોકરી કરતો હતો અને શુભમ તિવારી સાથે રૂમમાં ભાડે સાથે રહેતો હોવાથી સંપર્ક થયો હતો અને ઇન્જેક્શન કાળાબજારી કરવા પ્લાન ઘડ્યો હતો.

કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું
કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું

પકડાયેલ 14 આરોપીના નામ અને વ્યવસાય
1.મેહુલભાઇ ગોરધનભાઇ કટેશીયા - નર્સિંગ સ્ટાફ
2.રાયસીંગ ઉર્ફે ગોપાલ જગદીશભાઇ વંસ - ધંધો
3.અશોક નારણભાઇ કાગડીયા - નર્સિંગ સ્ટાફ
4.નનકુંજ જગદીશભાઇ ઠાકર - ખાનગી નોકરી
5.વત્સલ હરાજભાઇ બારડ - ખાનગી નોકરી
6.યશ ક્રદલીપકુમાર ચાવડા - ધંધો
7.સાગરભાઇ ચમનભાઇ કીયાડા - મેડિકલ એજન્સી સંચાલક
8.ઉત્સવ નપયુષભાઇ નીમાવત - ખાનગી નોકરી
9.રૂદયભાઇ મનસુખભાઇ જાગાણી - CCTV કેમેરા ફિટિંગ
10. હીરેન મનસુખભાઇ રામાણી - દવા એજન્સી
11.હાદીક મુકેશભાઇ વડાલીયા - નોકરી કેમિકલ કંપની
12.શુભમ રામપ્રશાદ તીવારી - સ્ટોર ઇન્ચાર્જ - ઇન્જેક્શન કંપની
13.નવશ્વાસ રાયનસિંગ પાવરા - નોકરી ઇન્જેક્શન કંપની
14.અભિષેક કુમાર શ્રવણકુમાર શાહ - નોકરી ઇન્જેક્શન કંપની

સુરતથી સૌરાષ્ટ્રના શહેરો સુધી આ રીતે ચલાવાતું હતું નેટવર્ક

  • મહારાષ્ટ્રનો વતની વિશ્વાસ પાવરા લાયકા કંપનીમાં પ્રોડક્શન વિભાગમાં જુનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. નાઇટ ડ્યૂટી દરમિયાન લાઇપોસોમાલ ઇન્જેક્શનની ભરેલી સીલપેક બોટલો સ્ટિકર વગરની ચોરી કરતો.
  • ઇન્જેક્શનની બોટલ ચોરી કરીને વિશ્વાસ લાયકા કંપનીના જ સ્ટોરકીપર શુભમ રામપ્રસાદ તિવારીને આપતો હતો, શુભમ સ્ટોરમાંથી સ્ટિકર, પેકિંગ અને મટિરિયલની ચોરી કરતો અને ત્યારબાદ તે ઇન્જેક્શનને બોક્સમાં પેક કરી તેના રૂમપાર્ટનર અશરનસાર તુરહા સાથે મળી વચેટિયાઓને વેચતો હતો.
  • શુભમ અને અભિષેક પાસેથી ઇન્જેક્શન સુરતનો હાર્દિક મુકેશ વડાલિયા ખરીદ કરતો હતો, હાર્દિક અમદાવાદ, સુરત ઉપરાંત જેતપુરમાં જનતા ડ્રગ્સ નામે એજન્સી ધરાવતા હિરેન મનસુખ રામાણીને આપતો હતો. હિરેન રામાણી જેતુપરમાં જ મેડિકે ફાર્મા નામે મેડિકલ એન્જસી ભાગીદારીમાં ચલાવતા સાગર ચમન કિયાડાને આપતો હતો.
  • સાગર કિયાડા પાસેથી રાજકોટની ક્રિષ્ના કોવિડ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા રિપેરિંગનું કામ કરતાં રૂદય મનસુખ જાગાણી પાસે ઇન્જેક્શન આવતા હતા અને ત્યાંથી અન્ય કૌભાંડિયાઓ ખરીદી પોતાની ઇચ્છા મુજબ જરૂરતમંદ દર્દીઓને વેચતા હતા.