નિવેદન:ખોડલધામમાં બેઠક બાદ નરેશ પટેલનું નિવેદન - લેઉવા-કડવા નહીં હવે માત્ર પાટીદાર લખાશે, પાંચ સંસ્થાઓનું ફેડરેશન બનશે

રાજકોટ4 મહિનો પહેલા
બેઠકમાં ચોક્કસ રાજકીય ચર્ચા થઈ છે - નરેશ પટેલ
  • ખોડલધામના આંગણે રાજકરણ કે સમાજલક્ષી પ્રશ્નો

આજે કાગવડ ખાતે ખોડલધામ મંદિર ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે મહત્ત્વની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. બેઠક બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, લેઉવા-કડવા નહીં હવે માત્ર પાટીદાર લખાશે, આજે અહીંયા અલગ-અલગ પાંચ સંસ્થાઓ હાજર છે તેનું ફેડરેશન બનશે. આ બેઠક રાજકીય અને સામાજિક બન્ને દૃષ્ટિએ મહત્ત્વની હોવાથી સમગ્ર સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓની નજર મંડાયેલી છે.

બેઠકમાં ચોક્કસ રાજકીય ચર્ચા થઈ છે
બેઠકમાં ચોક્કસ રાજકીય ચર્ચા થઈ છે

ખોડલધામના આંગણે રાજકરણ કે સમાજલક્ષી પ્રશ્નો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,દરેક પાર્ટીના પાટીદારોને ભાઈઓ અને બહેનોને વર્ચસ્વ મળે તેવા અમારા પ્રયાસો છે. હાલ 2022ની ચૂંટણી આવી રહી છે ત્યારે બેઠકમાં ચોક્કસ રાજકીય ચર્ચા થઈ છે.ગુજરાતમાં અત્યારે વસતીની દૃષ્ટિએ પાટીદાર સમાજની સંખ્યા વિશાળ છે. અત્યારે વ્યવસાયથી લઈને રાજકારણમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે અને કદાચ પાટીદાર સમાજ ટેક્સની ભરપાઈ કરવામાં પણ અવ્વલ છે. આ બેઠકમાં પાટીદાર સમાજના અધિકારો અને સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તેવી અમારી ઈચ્છા છે.

ખોડલધામ મંદિરમાં પાટીદારોએ સાથે મળી ઘ્વજા ચડાવી હતી
ખોડલધામ મંદિરમાં પાટીદારોએ સાથે મળી ઘ્વજા ચડાવી હતી

આજની બેઠકમાં રાજકરણની ચર્ચા થઈ જ નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે અમે ખાસ તો દરેક સમાજના વિકાસ માટે બેઠક યોજી છે. ખાસ તો જે પક્ષમાં પાટીદાર આગેવાનો છે. તેનું કાર્ય વધુ સારું બને તેવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. કોઈ ચોક્કસ પક્ષની ચર્ચા નથી કરી બસ પાટીદાર સમાજનો વિકાસ થાય એ જરૂરી છે. ખાસ તો ગુજરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં વસવાટ કરી રહ્યો હોવાથી આ બેઠક દરમિયાન અમે સરકાર તેમજ વહીવટી તંત્ર બન્નેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે તેની ચર્ચા કરી છે.

સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તેવી અમારી ઈચ્છા છે
સમાજને વધુમાં વધુ પ્રભુત્વ મળે તેવી અમારી ઈચ્છા છે

સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા
આ બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ-અમદાવાદ, ઉંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ-સુરત સહિતની પાંચ જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. ત્યારે અમે સાથે રહીને આગળ વધશું હું ફરી કહું છું કે રેક સમાજની ઈચ્છા હોય કે તેના સમાજમાંથી કોઈ મુખ્યમંત્રી બને.2022ની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે અને મુખ્યમંત્રી કોણ બનશે તે સમય નક્કી કરશે.

સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા
સાત જેટલી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા

ખોડલધામ મંદિરમાં પાટીદારોએ સાથે મળી ઘ્વજા ચડાવી હતી
આજે ખોડલધામ મંદિર ખાતે ચાલી રહેલી લેઉવા-કડવા પાટીદારોની બેઠકમાં આમ તો અનેક મુદ્દે ચર્ચા થવાની છે પરંતુ મહત્ત્વનો મુદ્દો એ પણ ચર્ચામાં અગ્રસ્થાને રહેવાનો છે કે ખોડલધામ મંદિરમાં ઉમિયા માતાજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે. નરેશભાઈ પટેલે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખોડલધામના ટ્રસ્ટીઓ જ્યારે સીદસર ખાતે મા ઉમિયાનાં દર્શનાર્થે ગયા હતા ત્યારે સીદસર મંદિરના ટ્રસ્ટીઓને ખોડલધામ દર્શનાર્થે આવવાનું આમંત્રણ આપ્યું હતું જેનો સ્વીકાર કરીને આજે કડવા પાટીદાર સમાજના આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના આગેવાનો મા ખોડલના આંગણે એકત્ર થયા છે. અને ઘ્વજા ચડાવી હતી

અન્ય સમાચારો પણ છે...