• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Statement Of Civil Superintendent Regarding Corona In Rajkot ICU Bed Will Be Increased From 20 Beds To 250, Preparations Have Been Made For Delta Plus Variant.

ત્રીજી લહેરની તૈયારી:રાજકોટમાં કોરોના અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટનું નિવેદન- 20 બેડ વધારી ICU બેડ 250 કરાશે, ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈને તૈયારી કરાઈ

રાજકોટ4 મહિનો પહેલા
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદી.
  • - ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો હજુ એક પણ કેસ નોંધાયો નથી- મેયર

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે આરોગ્ય અને વહીવટી તંત્ર સજ્જ થયું છે. આ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદીએ નિવેદન આપ્યું છે કે, ત્રીજી લહેરને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈને હોસ્પિટલમાં ICU અને બેડની સંખ્યા પણ વધારવામાં આવશે. જ્યારે મેયર ડો.પ્રદિપ ડવે વધુમાં જણાવ્યું હતું કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો હજુ એક પણ કેસ નોંધાયો નથી. વધુ 20 ICU બેડ વધારી ICUના 250 બેડ કરાશે.

250 ICU બેડની સુવિધા ઉપલબ્ધ થશે
વધુમાં ડો.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 840 બેડ અને 230 ICU બેડની સુવિધા ઉપલબ્ધ છે. જે પૈકી સિવિલ હોસ્પિટલમાં 20 ICU બેડ વધારવામાં આવશે જેથી 250 ICU બેડની સુવિધા થશે, કેન્સર હોસ્પિટલમાં 25 ICU બેડની સુવિધા હતી પણ હવે 60 બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે અને સમરસ હોસ્ટેલમાં પણ 30 ICU બેડની સુવિધા ઉભી કરવામાં આવશે.

તમામ સ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ છે - મેયર
તમામ સ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ છે - મેયર

મોટાભાગના દર્દીઓએ વેક્સિન લીધી નથી
મ્યુકોરમાઈકોસિસની માહિતી આપતા રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીની સંખ્યા 1000ને પાર થઇ ચૂકી છે અને જે પૈકી 619 દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ સાથે તમામ 1000 દર્દીના રેકોર્ડ અને હિસ્ટ્રી ચેક કરતા મોટા ભાગના દર્દીઓએ વેક્સિન ન લીધી હોવાનું સામે આવ્યું છે.

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો હજુ એક પણ કેસ નોંધાયો નથી
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે વધુમાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. ડેલ્ટા પ્લસ વેરીએન્ટનો હજુ એક પણ કેસ સામે આવ્યો નથી. તમામ સ્થિતિને પહોંચી વળવા તંત્રની તૈયારીઓ છે. સિવિલ હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં પુરતી સુવિધાઓ છે.

બે અત્યાધુનિક મશીનનું લોકાર્પણ
બે અત્યાધુનિક મશીનનું લોકાર્પણ

મ્યુકોરમાઈકોસિસની સર્જરીના અત્યાધુનિક બે મશીનનું લોકાર્પણ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકોટ સિવિલ હોસ્પિટલ દ્વારા કોરોના અને ત્યારબાદ મ્યુકોરમાઈકોસિસની લહેરમાં દર્દીઓને નિઃશુલ્ક સારવાર, સેવા સુવિધા અવિરત પુરી પાડવામાં આવી રહી છે. હાલ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની નાક અને ગળાની સર્જરી સારી રીતે ઝડપી સમયમાં પુરી કરી શકાય તે માટે બે અત્યાધુનિક મશીનનું લોકાર્પણ ડો.વલ્લભ કથીરિયા અને કલેકટર રેમ્યા મોહનના હસ્તે કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...