તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Statement Of CDS Katoch, Executive Director, AIIMS, Rajkot: The Third Wave Of Corona Will Definitely Come, Twice As Many Corona Waves Will Come Every Year.

નિવેદન:રાજકોટમાં એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટરનું નિવેદન- કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવશે,દર વર્ષે કોરોનાની બે જેટલી લહેર આવશે

રાજકોટ2 મહિનો પહેલા
એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સિ.ડી.એસ.કટોચ
  • ઓક્ટોબર-નવેમ્બર 2022 સુધીમાં નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂર્ણ, ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરાશે
  • હાલ 500 જેટલા મજૂરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં પ્રથમ રાજકોટને એઇમ્સ હોસ્પિટલની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે હાલ કોરોના અને મ્યુકોરમાઇકોસિસ અંગે નિવેદન આપતા એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સિ.ડી.એસ.કટોચ એ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવશે,દર વર્ષે કોરોનાની બે જેટલી લહેર આવશે. રાજકોટ અત્યારે મ્યુકોરમાઇકોસિસ વધી રહ્યા છે પરંતુ સૌથી વધુ કેસ તો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. અને તેની સામે લડવા અમે તૈયાર છીએ.

ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરવામાં આવશે.
હાલ એઇમ્સનું નિર્માણ કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. અને 500 જેટલા મજૂરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. હવે જો કોરોના કાબૂમાં આવશે તો મજૂરોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અંદાજિત ઓક્ટોબર નવેમ્બર 2022 સુધીમાં નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂરું કરી દેવામાં આવશે. અને ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરવામાં આવશે.

એઇમ્સ હોસ્પિટલમાં એકેડેમિક બ્લોક બનાવવામાં આવશે.
એઇમ્સ હોસ્પિટલમાં એકેડેમિક બ્લોક બનાવવામાં આવશે.

પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને સેકન્ડ બેચમાં જશે
હાલ પ્રથમ બેચમાં વિદ્યાર્થીઓને મુખ્ય ત્રણ વિષયો અંગે અભ્યાસ કરાવવામાં આવશે. જે વિષયોમાં એનાટોમી, ફીઝ્યોલોજી અને બાયો કેમેસ્ટ્રીનો સમાવેશ થાય છે. આ સાથે વિદ્યાર્થીઓ માટે સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવશે. તો સાથે જ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ પણ બનાવવામાં આવી છે. ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે સ્પેશિયલ બોયસ એન્ડ ગર્લ્સ હોસ્ટેલમાં જગ્યાની ફાળણી કરવામાં આવી છે.ત્યારે હવે પ્રથમ બેચ, સેકન્ડ બેચમાં જશે. માટે આગામી સમયમાં એઇમ્સ ની બીજી બેચ માટેના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરવામાં આવશે - એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર
ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરવામાં આવશે - એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર

તમામ સગવડતા ઉપલબ્ધ કરી દેવામાં આવશે
પરાપીપળીયાથી એઈમ્સ સુધી જવા માટે નવો ફોરલેન રોડ તત્કાલ બનાવવા માટેનું કામ પણ શરુ કરવા માટે રૂડા દ્વારા રોડનું ડીમાર્કેશન કરી લેવામાં આવતા આ કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુરુ કરી દેવામાં આવશે. જેના કારણે પરાપીપળીયાથી સીધુ એઈમ્સ હોસ્પિટલ સુધી સરળતાથી પહોંચી શકાશે. સાથોસાથ એઈમ્સથી અમદાવાદ હાઈવે પરના માલીયાસણ સુધીનો ગુજરાતનું સૌપ્રથમ 90 મીટરનો રોડ કે જેનું ડીમાર્કેશન રૂડા દ્વારા કરી લેવામાં આવ્યું હોય તેના જમીનના કબ્જા પણ લઈ લેવામાં આવ્યા છે અને આ 13 કી.મી.નો રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરુ કરી દેવામાં આવ્યો હોવાનું પણ રૂડાના સૂત્રોએ જણાવતા ઉમેર્યુ હતું કે એઈમ્સ હોસ્પિટલ માટે જરૂરી એવી આગોતરી તમામ સગવડતાઓ ત્રણ માસમાં ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...