તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • State Government's Decision To Waive 25 Per Cent Fee Was Overturned, Vimohan Balmandir School In Rajkot Demanded 100 Per Cent Fee,

ફી મુદ્દે વિરોધ:રાજ્ય સરકારના 25 ટકા ફી માફીના નિર્ણયનો ઉલાળ્યો, રાજકોટની વિમોહન બાલમંદિર સ્કૂલે 100 ટકા ફીની માગ કરી, વાલીઓ સ્કૂલે દોડી જઇ સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ7 મહિનો પહેલા
  • વાલીઓએ એક સત્રની ફી ભરી દીધી અને હવે 100 ટકા ફી માફીની માગ કરી

રાજ્યમાં ફીનો મુદ્દો અગ્રેસર રહ્યો છે. રાજ્ય સરકારે 25 ટકા ફી માફીનો નિર્ણય લીધો છે. પરંતુ રાજકોટની વિમોહન બાલમંદિર સ્કૂલે 100 ટકા ફી ભરવા માટે વાલીઓને પત્રો લખ્યા હતા. આથી વાલીઓ રોષે ભરાય આજે 100 ટકા ફી માફીની માંગ સાથે સ્કૂલ પહોંચ્યા હતા. વાલીઓનુ કહેવું છે કે લોકડાઉનના કારણે ધંધા બંધ રહેતા તેઓ પૂરી ફી ભરી શકે તેમ નથી. એક સત્રની ફી તો ભરી દીધી છે. પણ બીજા સત્રની ફી ભરવા માટેનો પત્ર આવતા વાલીઓએ 100 ટકા ફી માફી માટે રજૂઆત કરી છે.

ધંધા રોજગાર ઠપ્પ થઈ ગયા હોવાથી વાલીઓ રજૂઆત કરવા આવ્યા
વિપુલભાઈ નામના વાલીએ જણાવ્યું હતું કે અમારા બાળકો વિમોહન બાલ મંદિરમાં ભણે છે. અમે શાળાના કહેવા મુજબ અઢી મહિના પહેલા જ ફી ભરી દીધી છે. પણ ફરીથી બીજા સત્રની ફી ભરવા માટે પરિપત્ર મોકલ્યો છે. પણ આ કોરોનાના કારણે ધંધા રોજગાર ઠપ્પ હોવાના કારણે 100 ટકા ફી માંગ કરવામાં આવે તેવી માંગ સામે અમે શાળાએ પહોંચ્યા છીએ.

100 ટકા ફી માફી આપવામાં આવે તેવી માગ​​​​​​​
વિમોહન બાલમંદિરની વાર્ષિક ફી 12 હજાર રૂપિયા છે. વાલીઓના કહેવા પ્રમાણએ પહેલા સત્રની ફી તેઓએ 2-3 મહિના પહેલા જ ભરી દીધી છે. પણ શાળા દ્વારા બીજા સત્રની ફી માંગવામાં આવતા વાલીઓ 100 ટકા ફી માફીની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...