તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:મતગણતરી સેન્ટર્સ પર વિજય સરઘસ કાઢવા પર પ્રતિબંધ, રાજ્ય ચૂંટણી આયોગે SOP જારી કરી

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે કાઉન્ટિંગ માટેની એસઓપી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જારી કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો ખાતે વિજય સરઘસ કે જાહેર સભાના આયોજન પર મનાઇ ફરમાવવામાં આવી છે. સેન્ટરની બહાર મોટી સંખ્યામાં ટોળાં એકત્ર ન થાય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા સૂચના અપાઇ છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કાઉન્ટીંગ હોલમાં 7 કરતા વધુ કાઉન્ટીંગ ટેબલ ગોઠવી શકાશે નહીં.

જરૂર મુજબ વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરાશે જેથી અલગ અલગ હોલમાં મતગણતરીની વ્યવસ્થા થઇ શકે. પોસ્ટલ બેલેટ માટે પણ અલગ રૂમમાં ગણતરીની વ્યવસ્થા કરી શકાશે. ઉમેદવારના કાઉન્ટીંગ એજન્ટ કોરોના પોઝીટીવ આવે તો તેના સ્થાન અન્ય એજન્ટની નિમણૂંક થઇ શકશે. કાઉન્ટીંગ સેન્ટરો ખાતે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુવિધા રાખવી પડશે. કામગીરી સાથે જોડાયેલા તમામ સ્ટાફે ફેસમાસ્ક, હેન્ડ ગ્લોવ્ઝ અને ફેસશીલ્ડ પહેરવાનું રહેશે. સેન્ટર ઉપર પ્રવેશતા તમામ વ્યક્તિનું થર્મલ સ્કેનીંગ ફરજિયાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો