તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્ય ચૂંટણી આયોગની બેદરકારી:રાજકોટ મનપાના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવાર દર્શાવવામાં આવ્યા, ચૂંટણી આયોગની વેબસાઇટમાં યાદીમાં ભાંગરો વાટ્યો

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટના વોર્ડ નં.5ના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવાર દર્શાવવામાં આવ્યા.
  • રાજકોટના વોર્ડ નં.5માં ભાજપના 5 અને કોંગ્રેસના 3 ઉમેદવાર દર્શાવવામાં આવ્યા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગની બેદરકારી સામે આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના ઉમેદવાર દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટ પરજાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ભાંગરો વાટ્યો છે.

વોર્ડ નં.5માં ભાજપના 5 અને કોંગ્રેસના 3 ઉમેદવાર જાહેર
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.5ના કોંગ્રેસના ઉમેદવાર જીતેન્દ્ર રૈયાણીને ભાજપના ઉમેદવાર દર્શાવવામાં આવ્યા છે. આયોગ દ્વારા વોર્ડ નં.5માં ભાજપના 5 અને કોંગ્રેસના 3 ઉમેદવાર વેબસાઇટ પર દર્શાવવામાં આવ્યા છે. આ અંગે કોંગ્રેસે રાજ્ય ચૂંટણી પંચને રજુઆત કરી છે.

રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટમાં રાજકોટના વોર્ડ નં.5માં ભાજપના 5 નામ દર્શાવવામાં આવ્યા.
રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટમાં રાજકોટના વોર્ડ નં.5માં ભાજપના 5 નામ દર્શાવવામાં આવ્યા.

રાજ્ય ચૂંટણી પંચના છબરડાથી કોંગ્રેસમાં રોષ
રાજ્ય ચૂંટણી પંચના આ છબરડાથી રાજકોટ કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો છે. ભાજપના 5 ઉમેદવારો અને કોંગ્રેસના 3 ઉમેદવારો દર્શાવી કોંગ્રેસના એક ઉમેદવારનું નામ કાપી નાખ્યું હોવાથી રોષ જોવા મળી રહ્યો છે.

EVM મશીનમાં ભાજપના નિશાન સામે કોંગ્રેસે અગાઉ વાંધો ઉઠાવ્યો હતો
EVM મશીનમાં ભાજપના કમળના નિશાનને લઇને કોંગ્રેસ અગાઉ ચૂંટણી પંચ સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપનું નિશાન કમળને ઘાટી શાહીથી અને મોટું રાખવામાં આવ્યું છે. જ્યારે અન્ય પાર્ટીના નિશાન નાના રાખવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો