ડાયરાની જમાવટ:જસદણના આંબરડીમાં લોકડાયરામાં કલાકાર પર પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ બોઘરાએ રૂપિયાનો વરસાદ કર્યો

રાજકોટ19 દિવસ પહેલા
જસદણના આંબરડી ગામે સમૂહલગ્નમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • અગિયારમાં સમૂહલગ્ન સમારોહમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને તેમાં રૂપિયાનો વરસાદ ન થાય તેવું ક્યારેય બની ન શકે. આજે જસદણના આંબરડી ખાતે સંત શ્રી મુળવાનાથ ઠાકરની જગ્યામાં યોજાયેલા અગિયારમાં સમૂહલગ્ન સમારોહમાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ડાયરામાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. ગાયક કલાકારે લોકગીતોની રમઝટ બોલાવતા ડો.ભરત બોઘરાએ પીપમાંથી નોટો બહાર કાઢી વરસાદ કર્યો હતો.

ડાયરામાં રૂપિયા ઉડાડવાની પરંપરા
સામાન્ય રીતે જસદણ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયરામાં રૂપિયા ઉડાડવાની પરંપરા રહી છે. એટલે કે લોકો ડાયરામાં લોકસાહિત્યની વાતો પર અથવા તો ભજન કે ગીતોમાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે જસદણના આંબરડી ખાતે પણ લોકડાયરામાં કલાકાર ઉપર રૂપિયાનો વરસાદ થતો જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરું મહત્ત્વ
સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ છે. હાલ ઠેર-ઠેર લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરતા નજરે પડે છે.

3 મેના રોજ સરધારમાં લોકડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો
3 મેના રોજ રાત્રિના સરધાર ખાતે લેઉઆ પટેલ સમાજ વાડીમાં લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ડાયરામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે હાજરી આપી હતી. અહીં તેમના ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો. સાથે ભુપત બોદર અને જયેશ રાદડિયાએ પણ લોકડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો હતો.

(દિપક રવિયા, જસદણ)

અન્ય સમાચારો પણ છે...