કોરોના રાજકોટ LIVE:આજથી મનપાએ શહેરના બસપોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં ટેસ્ટિંગ અને એન્ટિજન ટેસ્ટ બુથ શરૂ કરવામાં આવ્યા

રાજકોટ20 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • રાજકોટમાં કુલ કેસની સંખ્યા 42859 પર પહોંચી, એક્ટિવ કેસ 13 થયા

રાજકોટમાં છેલ્લા પાંચથી 6 દિવસથી 2-2 કેસ નોંધાય રહ્યા છે. દિવાળીના તહેવારો બાદ રાજકોટમાં કોરોનાએ માથુ ઊંચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ આજથી શહેરના બસપોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશનમાં ટેસ્ટિંગ અને એન્ટિજન ટેસ્ટ બૂથ શરૂ કરવામાં આવ્યા છે.

શહેરમાં કુલ કેસની સંખ્યા 42859 પર પહોંચી
શહેરમાં કુલ કેસની સંખ્યા 42859 પર પહોંચી છે. હાલ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે. રાજકોટમાં રોજ પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. રાજકોટમાં કોરોનાને અટકાવવા ટેસ્ટિંગની સંખ્યા 2000 સુધી પહોંચાડવામાં આવી છે.

જરૂરી તમામ પગલાં લેવામાં આવશેઃ મનપા કમિશનર
રાજકોટ શહેરમાં દિવાળી બાદ કોરોનાના પ્રતિદિન 2 પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જેને લીધે સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ ફરી કાર્યરત કરવામાં આવ્યો છે તો આજથી મનપા દ્વારા શહેરના બસપોર્ટ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટિંગ અને એન્ટિજન ટેસ્ટ બુથ શરૂ કરવામાં આવ્યા છે. દિવાળી દરમિયાન ખરીદીમાં લોકોની ભીડ જોવા મળી હતી. રાજકોટ-સૌરાષ્ટ્રનું પાટનગર છે. જેથી અલગ અલગ શહેરોમાંથી લોકો રાજકોટ આવતા હોય છે. ત્યારે મુસાફરોના માધ્યમથી કોરોના ન ફેલાય તે માટે મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મનપા કમિશનર અમિત અરોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં જો સંક્રમણ વધશે તો જરૂરી તમામ પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...