લોકડાઉનમાં છૂટછાટ:આજથી STની નવી 42 ટ્રિપ શરૂ થશે, દર 15 મિનિટે બસ ઉપડશે

રાજકોટ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઊના, સોમનાથ સહિતના નવા રૂટ પણ શરૂ કરાયા, એક બસમાં 30 વ્યક્તિ બેસી શકશે

એસ.ટી બસ હવે ધીમે ધીમે રફતાર પકડી રહી હોય એમ રાજકોટથી હવે આખા સૌરાષ્ટ્રમાં બસ દોડાવવાનું શરૂ કરી દીધું છે. લોકડાઉન ખુલ્યાના શરૂઆતના દિવસોમાં માત્ર રાજકોટ જિલ્લામાં જ બસો દોડાવતી, સમયાંતરે અન્ય જિલ્લામાં એક દિવસમાં એક જ બસ મુકાતી અને હવે રાજકોટ એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી જુદા જુદા રૂટ પરથી દર 15 મિનિટે બસ દોડાવાશે. આ ઉપરાંત રાજકોટ એસ.ટી ડિવિઝને ગુરુવારથી નવી 42 ટ્રિપ પણ શરૂ કરી છે.

લાંબા રૂટમાં સોમનાથ, ઊના, ભાવનગર સહિતના રૂટ ઉપર પણ બસ દોડાવવામાં આવી રહી છે. એક બસમાં 30 યાત્રિકને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને દરેક યાત્રિકોનું ટેમ્પરેચર માપીને જ બેસાડવામાં આવી રહ્યા છે. એસ.ટી. બસની સેવા શરૂ થતાં લોકો બહારગામ પોતાના કામ અર્થે જઇ રહ્યા છે તો કેટલાક તેમના વતન જઇ પરિવારજનોને મળી રહ્યા છે. રાજકોટ ડેપો દ્વારા લોકડાઉન દરમિયાન 22 રૂટ દ્વારા 72 ટ્રિપ થાય છે. જે રૂટમાં પડધરી, જામકંડોરણા, ગોંડલ, લોધિકા, જેતપુર, કોટડાસાંગાણી, ધોરાજી, જસદણ, જૂનાગઢ, વીરપુર, સાવરકુંડલા, બાબરા, અમરેલી, જામનગર, ધ્રોલ, ભાવનગર, કાલાવડ, ઊનાનો સમાવેશ થાય છે. બસમાં બેસતા તમામ યાત્રિકોનું ટેમ્પરેચર માપવામાં આવે છે આ ઉપરાંત બસમાં પણ સોશિયલ ડિસ્ટન્સનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...