કોરોના વાઇરસ:કોરોના સંક્રમણને નાથવા રાજકોટ મનપા એક્શન મૂડમાં, આજથી સુપર સ્પ્રેડર સ્વિગી-ઝોમેટો ફૂડ કંપનીના ડિલિવરીમેનોનું ટેસ્ટિગ શરૂ

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં સ્વિગી અને ઝોમેટો કંપનીના ડિલિવરીમેનોનું કોરોના ટેસ્ટિંગ શરૂ... - Divya Bhaskar
રાજકોટમાં સ્વિગી અને ઝોમેટો કંપનીના ડિલિવરીમેનોનું કોરોના ટેસ્ટિંગ શરૂ...
  • રાજકોટની જુદી જુદી કંપનીઓના ફૂડ ડિલિવરીમેનના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે

રાજકોટમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમ એક્શન મૂડમાં આવી ગઈ છે. આજે મનપાની આરોગ્ય વિભાગની ટીમે સ્વિગી-ઝોમેટો ફૂડ કંપનીના કર્મચારીઓનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં સંક્રમણ વધતાં આરોગ્ય સંબંધી વ્યવસાય સાથે જોડાયેલા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટની જુદી જુદી કંપનીઓના ફૂડ ડિલિવરીમેનના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે.

મંગળવારી બજાર, લક્ષ્મીનગરમાં ફેરિયાઓનું ટેસ્ટિંગ કરાતાં 3 પોઝિટિવ કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજીના ફેરિયાઓનાં કોરોના પરીક્ષણ શરૂ કર્યાં છે, જેમાં મંગળવારી બજાર અને લક્ષ્મીનગર હોકર્સ ઝોન ખાતે કોરોના ટેસ્ટ માટે કેમ્પ યોજાયો હતો. દિવસ દરમિયાન આ બન્ને સ્થળ પર 200 જેટલા ફેરિયાઓના એન્ટિજન કિટથી કોરોના ટેસ્ટ કરાયા, જેમાં ત્રણ ફેરિયા પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે સુપર સ્પ્રેડરના મોબાઇલના આધારે ફેરિયાઓ કોને મળ્યા અને તેમની પાસેથી કોણે કોણે શાકની ખરીદી કરી તેની યાદી તૈયાર થશે અને હાઇરિસ્ક ફેક્ટર ગણાતા પોઝિટિવ આવેલા ફેરિયાઓના પરિવારજનોનો ટેસ્ટ થશે તેમજ ફેરિયાઓના ગ્રાહકોનું ચેક-અપ થશે. ફેરિયાઓનું હેલ્થ ચેક-અપ બાદ સ્થળ પર જ હેલ્થ કાર્ડ રિન્યુ કરી આપવામાં આવ્યાં છે.

રાજકોટમાં ફૂડ કંપનીના ડિલિવરીમેનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.
રાજકોટમાં ફૂડ કંપનીના ડિલિવરીમેનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું.

રાજકોટમાં ટેસ્ટિંગ બૂથ, ધનવંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ દ્વારા ટેસ્ટિંગ
ટેસ્ટિંગ બૂથ, ધનવંતરી રથ, સંજીવની રથ, 104 સેવા રથ, કોવિડ-19 ટેસ્ટિંગ વેહિકલ તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે પણ વિનામૂલ્યે કોરોના ચેક-અપ કરાયું છે. શાકભાજીના ફેરિયા, ઝોમેટો સહિતની એજન્સીના ડિલિવરીબોયના કોરોના ટેસ્ટ કરવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે મંગળવારી બજાર અને લક્ષ્મીનગર ખાતે આવેલા હોકર્સ ઝોન ખાતે કોરોના ટેસ્ટ માટે કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 200 એન્ટિજન ટેસ્ટ કરતાં ત્રણ ફેરિયાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ફુડ ડિલિવરી બોય માટે હેલ્થ કાર્ડ ઈસ્યુ, 136 ડિલિવરી બોયને કાર્ડ ઇસ્યુ કર્યા
કોરોના સંક્રમણની ચેઈન તોડવાના આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા આજે બીગ બજાર પાછળ, વેસ્ટ ઝોન કચેરી ખાતે શહેરમાં ઘરે ઘરે ફૂડ ડિલિવરી કરતા ડિલિવરી બોય માટે હેલ્થ કાર્ડ આપવાની કામગીરી ચાલુ કરવામાં આવીલ છે. સ્વીગી, ઝોમેટો તથા રેસ્ટોરન્ટના માલિકો દ્વારા ડિલિવરી બોય માટે જરૂરી આધાર રજુ કર્યે હેલ્થ કાર્ડ આપવામાં આવશે. આજે સવારે 136 ફુડ ડિલિવરી બોયને કાર્ડ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...