તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Starting Studies In Rajkot From Next Semester, AIIMS Will Provide Not Only Good Doctors But Also Excellent Teachers In Other Colleges

નિર્ણય:આગામી સત્રથી રાજકોટમાં અભ્યાસ શરૂ, એઈમ્સ સારા તબીબો જ નહિ અન્ય કોલેજમાં ઉત્તમ શિક્ષકો પણ આપશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં એઈમ્સ માટે કેન્દ્ર સરકારે એક્ઝિક્યુટિવ કમિટીની રચના કરી છે જે પૈકી તબીબો તેમજ ઉચ્ચ અધિકારીઓને દિલ્હી બોલાવી એઈમ્સ રાજકોટ કઈ દિશામાં કામ કરશે તે રોડમેપ બતાવ્યો હતો.

એઈમ્સ રાજકોટની સમિતિમાં પીડીયુ કોલેજના પ્રોફેસર ડો. જિતેન્દ્ર અમલાણીને પણ સ્થાન અપાયું છે અને પ્રેઝન્ટેશન માટે તેઓને પણ આમંત્રિત કરાયા હતા. પ્રેઝન્ટેશન મામલે તેઓએ જણાવ્યું હતું કે ‘અધિકારીઓએ પ્રેઝન્ટેશન અને બેઠકમાં એઈમ્સ વિશે કહ્યું હતું કે, રાજકોટમાં આ સંસ્થા ઊભી થવાથી માત્ર દર્દીઓ અને વિસ્તાર જ નહીં પણ સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજને ઘણો લાભ આપવાનો છે. એઈમ્સમાં માત્ર સારા તબીબો અને સારી સુવિધા જ આપવાની નથી પણ મેડિકલ ક્ષેત્રમાં સારામાં સારી રીતે અભ્યાસ કરાવી શકે તેવા શ્રેષ્ઠ શિક્ષકો પણ તૈયાર કરવાના છે જે એક યા બીજી રીતે અન્ય કોલેજમાં ઘણું પ્રદાન કરી શકશે. આગામી સત્રથી એડમિશન શરૂ થવાના છે અને તે માટે પ્રોફેસરની આખી ટીમ ઊભી કરાશે તેની ભરતી પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. હવે પછીની બેઠકમાં સમિતિના સભ્યોને અલગ અલગ ફરજ અને જવાબદારી સોંપાઈ શકે.

અન્ય સમાચારો પણ છે...