તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આજથી 50 બેડની હોસ્પિટલ શરૂ, તમામ સારવાર નિ:શુલ્ક

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉદ્યોગપતિ અને બિલ્ડર્સે ફંડ એકત્ર કર્યું

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિઓ, બિલ્ડર્સ અને સામાજિક સંસ્થાના આગેવાનોએ ફંડ એકત્રિત કરી કોવિડ સેન્ટર શરૂ કર્યું છે જેનો સોમવારથી 50 બેડની સુવિધા સાથે પ્રારંભ થશે. રોલેક્સ એસએનકે કોવિડ સેન્ટર અંગે માહિતી આપતા કિરણભાઇ ભાલોડિયાએ જણાવ્યું હતું કે, અપૂર્વમુનિના માર્ગદર્શન હેઠળ રાજકોટ બિલ્ડર એસોસિએશન, જીઆઇડીસી લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન મેટોડા, શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રથમ વખત એક છત્ર નીચે સંગઠિત થઇને રોલેક્સ એસએનકે કોવિડ સેન્ટર શરૂ કરી રહ્યું છે, સોમવારથી શરૂ થતા આ કોવિડ સેન્ટરમાં પ્રથમ તબક્કે 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, ઓક્સિજનની ક્ષમતા વધારવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા થયે 500 બેડ સુધીની વ્યવસ્થા કરાશે, હોસ્પિટલનું તબીબી કામ એચસીજી દ્વારા કરવામાં આવશે.

દર્દીની ગંભીરતાને ધ્યાને લઇને જ પ્રવેશ આપવામાં આવશે, દર્દીના પરિવારજને 63588 45684 પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દાતાઓ માટે પણ બેડ રિઝર્વ રાખવામાં આવ્યા નથી, માત્ર દર્દીની સ્થિતિને ધ્યાને લઇને નિ:શુલ્ક એડમિશન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...