તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા:રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિર દ્વારા ઓક્સિજન સાથે કોવિડ હોસ્પિટલ શરૂ, દર્દીના સગાઓને પણ નિશુલ્ક ભોજન

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નિત્યસ્વરૂપદાસ સ્વામીની પ્રેરણાથી મંદિરમાં રાહત કેન્દ્રનો પ્રારંભ. - Divya Bhaskar
નિત્યસ્વરૂપદાસ સ્વામીની પ્રેરણાથી મંદિરમાં રાહત કેન્દ્રનો પ્રારંભ.
  • ‘રોગાતુર મનુષ્યની યથાશક્તિ સેવા કરવી’ એ સંદેશા સાથે રાહત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

હાલ રાજકોટ જિલ્લામાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. જિલ્લામાં વધતા કેસને લઇને તમામ હોસ્પિટલો ફૂલ થઇ ગઇ છે. ત્યારે રાજકોટ નજીક સરધાર ગામમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોના રાહત કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની સાથે સાથે તેમના સગાઓને પણ નિશુલ્ક ભોજન આપવામાં આવશે.

નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી સેવાયજ્ઞ શરૂ કરાયો
તીર્થધામ સ્વામિનારાયણ મંદિર સરધાર દ્વારા કોરોના રાહત સેવા કેન્દ્ર ભગવાન સ્વામિનારાયણના‘રોગાતુર મનુષ્યની યથાશક્તિ સેવા કરવી’ એ સંદેશા સાથે કોરોના મહામારીના વિપરીત કાળમાં સ્વામિનારાયણ મંદિર - સરધાર દ્વારા નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી કોરાનાથી સંક્રમિત દર્દીઓને સારી સારવાર ઉપલબ્ધ કરાવવાના આશયથી સેવાયજ્ઞરૂપે કોરાના રાહત સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દર્દીઓના સગા સંબંધીઓને નિઃશુલ્ક ભોજનની સુવિધા પણ મંદિર તરફથી આપવામાં આવશે.

નિત્યસ્વરૂપદાસ સ્વામીના હસ્તે રાહત કેન્દ્ર શરૂ કરાયું.
નિત્યસ્વરૂપદાસ સ્વામીના હસ્તે રાહત કેન્દ્ર શરૂ કરાયું.

સરધાર મંદિર દ્વારા આપવામાં આવતી સુવિધા
- ઓક્સિજન અને વેન્ટીલેટર સાથે કોરોનાની સારવાર
- સવારે નાસ્તો, બપોર અને સાંજે ભોજનપ્રસાદ, ફ્રૂટ અને જ્યુસ વગેરે.
- ઉકાળો, નાસ લેવા માટે મશીન, ગરમ પાણી
- સવાર-સાંજ ડોકટરોની વિઝીટ
- દર્દીએ સાથે લાવવાની વસ્તુઓ
- દર્દી અને દર્દીને મુકવા આવનારની આધારકાર્ડની ઝેરોક્ષ
- દર્દીનો પોઝિટીવ રિપોર્ટ અથવા સી.ટી. સ્કેન રિપોર્ટ
- જે ડોક્ટરની દવા ચાલુ હોય તેની દવા/ફાઈલ વગેરે ડોક્યુમેન્ટ
- જરૂરી કપડા, ટુવાલ, નેપકીન, બ્રશ, ઓઢવા માટે ચાદર વગેરે

ઓક્સિજનની સુવિધા સાથે બેડની વ્યવસ્થા.
ઓક્સિજનની સુવિધા સાથે બેડની વ્યવસ્થા.

રજીસ્ટ્રેશન માટે
રજીસ્ટ્રેશન માટે 9070602060 પર સંપર્ક કરવાનો રહેશે. જરૂરિયાતમંદ વ્યક્તિઓએ આ નંબર પર ખાસ ફોન કરીને આવવાનું રહેશે. આ સેવાયજ્ઞમાં રૂપિયાનું દાન આપીને ભગવાન, સંતો અને દરિદ્રનારાયણના આશીર્વાદના અધિકારી બનીએ તેવી અપીલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવી છે.

આ એકાઉન્ટ નંબર પર દાન કરી શકાશે
બોન્ક ઓફ ઇન્ડિયા, શ્રી સહજાનંદ સંસ્કાર સેન્ટર એકાઉન્ટ નં.311410100007282
IFSC કોડઃ BKID0003114
PAN નં: AATTS4166J
Mo. 97274 58503

અન્ય સમાચારો પણ છે...