તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતા:લોકડાઉનમાં ફાઉન્ડેશન શરૂ કરી સેનેટરી પેડનું વિતરણ કર્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીએ ગ્લોબલ સોશિયલ લીડર્સનો એવોર્ડ જીત્યો
  • રાજકોટની વિદ્યાર્થિનીના ફાઉન્ડેશનને દેશભરમાંથી બહોળો પ્રતિસાદ

રાજકોટની વિદ્યાર્થિની હેત રક્ષિત જોશીએ લોકડાઉનમાં બહેનોના સ્વાસ્થ્ય માટે અદિરા ફાઉન્ડેશન શરૂ કર્યું. આ ફાઉન્ડેશન અંતર્ગત અત્યાર સુધી 80 હજારથી વધુ બહેનોને સેનેટરી પેડનું વિતરણ કરી ચૂકી છે. તાજેતરમાં જ વૈશ્વિક કક્ષાએ એક સ્પર્ધા યોજાઈ હતી.જેમાં હેત જોશીને ગ્લોબલ સોશિયલ લીડર્સનો એવોર્ડ મળ્યો છે. આ સ્પર્ધામાં 76 દેશના 2300 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

હેત જોશી જણાવે છે કે, આ વર્ષે તે ધોરણ 12માં જ પ્રવેશ કરશે. લોકડાઉન દરમિયાન તેને કરેલા સરવેમાં જોવા મળ્યું કે, દેશની 63 ટકા મહિલાઓ માસિક ધર્મ વખતે સેનેટરી પેડનો ઉપયોગ નથી કરતી. ત્યારે તેને આ ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ તેને પોતાના મિત્રની મદદથી અદિરા ફાઉન્ડેશનની સ્થાપના કરી. દેશના 10 થી વધુ રાજ્યોમાં બહેનો માટે કામ કરવાનું શરૂ કર્યું. જેમાં બહેનોને માસિક ધર્મ દરમિયાન કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, હાઈજિન કેવી રીતે જળવાઈ તેનાથી લઈને સેનેટરી અને કોટન બેઝ પેડનું વિતરણ કરવામાં આવ્યું.

પરિણામ એ આવ્યું કે ગ્રામ્ય વિસ્તારમાંથી જે બહેનો માસિક ધર્મ વખતે સ્વચ્છતાના અભાવને કારણે બહેનો બીમાર પડતી હતી કે તેનું સ્વાસ્થ્ય પર જોખમાતું હતું તેમાં સુધારો આવ્યો. અત્યારે આઈ.આઈ.એમ.ના વિદ્યાર્થીઓ તેની સાથે જોડાઈ રહ્યા છે. ફંડ માટે કેટલીક રકમ જાતે ભેગી કરી તો કેટલીક જગ્યાએ પ્રપોઝલ મૂકી જેના દ્વારા ફંડ મળ્યું. ભવિષ્યમાં આ ક્ષેત્રમાં હજુ વધુ કામ કરવાની વિચારણા છે.

અન્ય સમાચારો પણ છે...