તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:રાજકોટમાં ડીસેમ્બરથી એઇમ્સ ખાતે ઓ.પી.ડી.નો પ્રારંભ, 19 ફેકલ્ટી માટે 69 પ્રાધ્યાપકોની ભરતીની પ્રક્રિયા શરૂ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આવી હશે એઇમ્સ હોસ્પિટલ - Divya Bhaskar
આવી હશે એઇમ્સ હોસ્પિટલ
  • 5 પ્રોફેસર, 19 સહયોગી પ્રોફેસર અને 45 સહાયક પ્રોફેસરની જગ્યા માટે એપ્લિકેશન મંગાવવામાં આવી

રાજકોટમાં ડીસેમ્બરથી એઇમ્સ ખાતે ઓ.પી.ડી.નો પ્રારંભ થશે.હાલ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સાથે જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો હોઈ પ્રાધ્યાપક ડોક્ટર્સની ટીમની ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.એઇમ્સ દ્વારા 3 ડિપાર્ટમેન્ટ માટે 15 પ્રોફેસરની ભરતી થઈ ચુકી છે, જયારે અન્ય 19 ફેકલ્ટી માટે 5 પ્રોફેસર, 19 સહયોગી પ્રોફેસર અને 45 સહાયક પ્રોફેસર સહીત કુલ 69 પ્રાધ્યાપકોની ભરતી પ્રક્રિયા માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે.

જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સતત કાર્યરત
આ અંગે રાજકોટ એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું કે, ડિસેમ્બર - 2021 થી ઓ.પી.ડી. કાર્યરત થઈ જશે. જેના અનુસંધાને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એઇમ્સ સુધી પહોંચવા માટેનો રોડ વહેલી તકે પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહન, રૂડાના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ એઇમ્સની ટીમ સાથે સતત સંપર્કમાં રહી લોકોને જરૂરી સુવિધા પ્રાપ્ત થાય તે માટે સતત કાર્યરત છે.

અદ્યતન લાઈબ્રેરી પણ એઇમ્સ હોસ્પિટલમાં બનાવવામાં આવશે.
અદ્યતન લાઈબ્રેરી પણ એઇમ્સ હોસ્પિટલમાં બનાવવામાં આવશે.

19 જેટલી ફેકલ્ટીમાં પ્રોફેસર્સની ભરતી માટે એપ્લિકેશન મંગાવાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,એઈમ્સ ખાતે એનેટોમી, એનેસ્થેસ્યોલોજી, કમ્યુનિટી એન્ડ ફેમિલી મેડિસિન, ડેન્ટિસ્ટ્રી, ડર્મેટોલોજી, એ.એન.ટી., ફોરેન્સિક મેડિસિન, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, માઈક્રોબાયોલોજી, ગાયનેકોલોજી, ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિકસ, પિડીયાટ્રીક્સ, પેથોલોજી, લેબ મેડિસિન, ફાર્માકોલોજી, રેડિયોલોજી, પલ્મોનરી મેડિસિન સહીત 19 જેટલી ફેકલ્ટીમાં પ્રોફેસર્સની ભરતી માટે ભારત તેમજ વિદેશમાં વસતા ભારતીય નાગરિકો માટે જનરલ તેમજ અન્ય કેટેગરીમાં એપ્લિકેશન મંગાવાઈ છે.

બાંધકામની કામગીરી પૂરજોશમાં શરૂ.
બાંધકામની કામગીરી પૂરજોશમાં શરૂ.

રાજકોટ એઇમ્સની વેબસાઈટ પરથી માહિતી મળશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ભરતી સંબંધી વધુ માહિતી રાજકોટ એઇમ્સની વેબસાઈટ www.aiimsrajkot.edu.in પરથી મળી રહેશે, તેમજ એપ્લિકેશન મોકલવા માટે aiims.rajkot.recruitment@gmail.com ઈમેલ અથવા પોસ્ટલ એડ્રસ - ડેપ્યુટી ડિરેક્ટર (એડમીન), એઇમ્સ રાજકોટ (ટેમ્પરરી કેમ્પસ) , પી.ડી.યુ મેડિકલ કોલેજ & સિવિલ હોસ્પિટલ, રાજકોટ - 360001 ખાતે મોકલી શકાશે.

અન્ય સમાચારો પણ છે...