ગાઇડલાઇનનો ઉલાળ્યો / જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ ચાલુ, મીડિયા પહોંચતા સંચાલકોએ વિદ્યાર્થીઓને ભગાડ્યા, નાસભાગ મચી

મીડિયા પહોંચતા જ વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી
X

  • વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી, દ્રશ્યો કેમેરામાં કેદ થયા

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 06:19 PM IST

જેતપુર. કોરોના મહામારીને કારણે હાલ સ્કૂલ-કોલેજો બંધ છે. સ્કૂલ-કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલે સરકારની ગાઇડલાઇનનો ઉલાળ્યો કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવવાની સરકારનીમનાઇ છે. છતાં આ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને બોલાવી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. આ અંગેની જાણ મીડિયાને થતા સ્કૂલે પહોંચ્યું હતું. પરંતુ સંચાલકોને મીડિયાની જાણ થતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભગાડી મુક્યા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી હતી. આ દ્રશ્યો કેમેરામાં કેદ થઇ ગયા છે. 

પોલીસ કાફલો શિક્ષણ વિભાગની ટીમ દોડી આવી 
આ અંગે જેતપુર પોલીસ અને શિક્ષણ વિભાગને જાણ થતા ટીમ સ્કૂલ ખાતે દોડી આવી છે. શિક્ષણ વિભાગે આ અંગે સંચાલકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે. અત્યારે સરકારની સ્કૂલમાં અભ્યાસક્રમ ચલાવવાની મંજૂરી ન હોવા છતાં સ્કૂલ કોના કહેવાથી ચાલતી હતી તે એક સવાલ લોકોમાં ઉઠ્યો છે. તેમજ કોઇ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ પણ લોકોમાં ઉઠ્યો છે.  

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી